જીએફસીસીના ડીઝલમાં પાણી અને કેમિકલની ભેળસેળની ફરિયાદના પગલે પુરવઠા અધિકારી દોડી ગયા ડીઝલના નમૂના લઈ તપાસ આરંભી
પેટ્રોલ ડીઝલના આગ જરતાભાવ વચ્ચે વ્યાપક ભેળસેળની ફરિયાદો ઠેર ઠેર થાય છે દરમિયાન માંગરોળ બંદર પર જીએફસીસી ના ડીઝલ પંપમાં પાણીની ભેળસેળની ફરિયાદ ઉઠતા ખડભલાંટ સાથે પુરવઠા વિભાગે તાત્કાલિક પેટ્રોલ પંપને સીલ મારી તપાસ આરંભતા ભારે ચકચાર જાગીછે.
માંગરોળ બંદર પર જીએફસીસી ના પંપમાં ડીઝલના જથ્થામાં પાણી અને કેમિકલ ની ભેળસેળ થતી હોવાની અસર માછીમારોની બોટમાં દેખાય હતી, શંકા જતા માછીમારોએ ઝિણવટ ભરી રીતે તપાસ કરતા ડીઝલમાં પાણીની ભેળ હોવાનું બહાર આવ્યું હોવાની ફરિયાદ ઉઠતા માંછી મારો અને આગેવાનો પેટ્રોલ પંપે દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો ,ડીઝલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ ના પગલે માંગરોળ મામલતદાર અને પુરવઠા અધિકારીની ટીમ પેટ્રોલ પંપે દોડી ગઈ હતી ગઈકાલે પંપ ઉપર થી ડીઝલ લઈ માછીમારી કરવા માટે 11 થી20 મોટો દરિયામાં રવાના થઈ ગયા બાદ ડીઝલમાં પાણી આવતા હોવાની ફરિયાદનો હોબાળો થયો હતો દરિયામાં જો ડીઝલના કારણે બોટ બંધ થઈ જાય તો માછીમારોની હાલાકી થી લઈને બોટ પાણીમાં ડૂબી જવા નું જોખમ પણ રહે છે જીએફસી સી જે પંપ માંથી ડીઝલ આપે છે ત્યાં ડીઝલના મોટા ત્રણ ટાંકા છે અને છેલ્લા એક મહિનાથી પાણી તેમજ અન્ય કેમિકલ નું ભેળસેળ થતું હોવાની ફરિયાદ આવતા જીએફસીસી દ્વારા પણ કોઈ તપાસ કરવામાં આવતી નથી માંગરોળ બંદર પર 24 કલાકે એક ડીઝલનો ટાંકો કંપનીમાંથી આવતો હોવાનું જાણવા મળ્યું છે આટલું મોટું ડીઝલનો જથ્થો આવતો હોય ,છેલ્લા એક મહિના થી ભેળસેળની વ્યાપક ફરિયાદો ઉઠે છે ત્યારે ગઈકાલે માછીમારોએ કરેલા હોબાળા ના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને પુરવઠા વિભાગે નમુના ની લેબોરેટરી કરવા મોકલ્યા હતા અને તાત્કાલિક ધોરણે પેટ્રોલ પંપથી નમુના લઈ નમુનાઓને સીલ કરી તપાસ આરંભી છે.
તપાસમાં જો ડીઝલમાં ભેળસેળ સાબિત થશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ડિઝલમાં ભેળસેળની ફરિયાદના પગલે પુરવઠા અધિકારી,મામલતદાર ગોહેલ, ખારવા સમાજના પ્રમુખ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રણછોડભાઈ ગોસીયા ઘટના સ્થળે દોડી ગયા હતા. ડિઝલ પંપમાંથી સાક્ષીઓને સાથે રાખી કાર્યવાહી કરી સીલબંધ નમુનાઓ લેવામાં આવ્યા હતા. લીધેલા નમુનાઓનું પરિક્ષણ કરવામાં આવશે ત્યારબાદ સાચો રિપોર્ટ બહાર આવશે. માંગરોળ બંદરના જીએફસીસીના ડિઝલ પંપમાં પાણીની ફરિયાદ ઉઠતા ભારે ખળભળાટ મચી ગયો છે. પુરવઠા તંત્રએ તાત્કાલીક ડિઝલનું વેંચાણ બંધ કરાવાયું હતું.