સૌરાષ્ટ્ર -કચ્છની ૫૨ સહિત ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ૯મી ડિસેમ્બરે યોજાશે મતદાન
૧૪મી નવેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧ નવેમ્બર
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે બે તબકકામાં મતદાન યોજાવાનું છે. સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ બેઠકો સહિત રાજયના ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકો માટે ૯મી ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે આગામી શુક્રવારે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ભાજપ અને કોંગ્રેસ આવતા સપ્તાહે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ૯ અને ૧૪ ડિસેમ્બર એમ બે તબકકે મતદાન યોજાવાનું છે. પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત ૮૯ બેઠકો માટે અને બીજા તબકકામાં ૯૩ બેઠકો માટે મતદાન યોજાશે. આગામી મંગળવાર એટલે કે ૧૪ નવેમ્બરના રોજ પ્રથમ તબકકાના મતદાન માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.ત્યારથી ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૧મી નવેમ્બર નિયુકત કરવામાં આવી છે. ૨૨મીના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ૨૪મી સુધીમાં ઉમેદવાર પોતાના ફોર્મ પરત ખેંચી શકશે. બીજા તબકકામાં ૯૩ બેઠકો માટે ૧૪મી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આગામી ૨૦મી નવેમ્બરના રોજ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. જે અંતર્ગત ૨૭મી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને ૨૮મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ૩૦મી સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. ૧૪ ડિસેમ્બરે બીજા તબકકાનું મતદાન યોજાશે. તમામ ૧૮૨ બેઠકો માટે મતગણતરી એકી સાથે ૧૮મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
પ્રથમ તબકકાના મતદાનમાં કચ્છની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક માટે સુરેન્દ્રનગર જિલ્લાની દશાળા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા બેઠક માટે મોરબી જિલ્લાની મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક માટે, રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠક માટે જામનગર જિલ્લાની કાલાવડ, જામનગર રૂરલ, જામનગર ઉતર, જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા તથા દ્વારકા બેઠક માટે પોરબંદર જિલ્લાની પોરબંદર અને કુતિયાણા બેઠક માટે જુનાગઢ જિલ્લાની માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ બેઠક માટે ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના બેઠક માટે અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠક માટે ભાવનગર જિલ્લાની મહુવા, તળાજા, ગારીયાધાર, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ર્ચિમ બેઠક માટે, બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ બેઠક માટે નર્મદા જિલ્લાની નાડોત અને ડેડીયાપાડા બેઠક માટે ભ‚ચ જિલ્લાની જંબુસર, વાગરા, જગડીયા,ભ‚ચ અને અંકેલેશ્ર્વર બેઠક માટે સુરત જિલ્લાની ઓલપાર, માંગરોળ, માંડવી, કામળેજ, સુરત પૂર્વ, સુરત ઉતર, વરાછારોડ, કરંજ, ઉધાના, મજુરા, કતાર ગામ, સુરત પશ્ર્ચિમ, ચોર્યાસી, બારડોળી, મહુવા બેઠક માટે તાપી જિલ્લાની વ્યારા અને નિહાર બેઠક માટે ડાંગ જિલ્લાની ડાંગ બેઠક માટે નવસારી જિલ્લાની ચલાલપોર, નવસારી, ગણદેવી અને બસંદા બેઠક માટે વલસાડ જિલ્લાની ધરમપુર, વલસાડ, પારડી, કપરાળા અને ઉમરગામ બેઠક સહિત કુલ ૧૯ જિલ્લાની ૯૩ બેઠકો માટે ૯મી ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરવામાં આવશે.