અરજદારોએ ટોકન લઈને વેઈટીંગ એરીયામાં બેસી જવાનું રહેશે, ટીવી સ્ક્રીનમાં જે ટેબલે નંબર આવે ત્યાં જઈને વિના વિલંબે પોતાનું કામ કરાવી શકશે: અરજદારોની લાંબી લાઈનો લાગી હોય તેવા દ્રશ્યો બનશે ભૂતકાળ
જનસેવા કેન્દ્રના નિર્માણ સંદર્ભે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ગ્રાઉન્ડ ફલોરની દોઢ કલાકની વિઝીટ: તમામ ચેમ્બરોની સરપ્રાઈઝ વિઝીટ લઈ ખુણે-ખુણાનું ચેકિંગ કરી નડતરરૂપ બિનજરૂરી વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવા બંધીત અધિકારીઓને આદેશ
ઝોનલ કચેરીને અન્ય સ્થળે ખસેડી તે સ્થળે વિશાળ જગ્યામાં સેન્ટ્રલી એસી જનસેવા કેન્દ્રનું નિર્માણ કરાશે, ૨૬મી જાન્યુઆરી સુધીમાં કેન્દ્રને તૈયાર કરી દેવાનો લક્ષ્યાંક
જિલ્લા કલેકટર કચેરીમાં મોડેલ જનસેવા કેન્દ્રનું નિર્માર થનાર છે. આ જનસેવા કેન્દ્ર કોર્પોરેટ ટાઈપ હશે જેમાં અનેકવિધ સુવિધાઓ હશે કે જેનાથી અરજદારોનું કામ ખૂબ સરળતાી થશે. જનસેવા કેન્દ્ર હાલ જ્યાં ઝોનલ કચેરી કાર્યરત છે ત્યાં નિર્માણ પામનાર છે જેથી તેના નિર્માણ બાદ ઝોનલ કચેરીને અન્ય સ્થળે ખસેડવામાં આવનાર છે. જનસેવા કેન્દ્રના નિર્માણ સંદર્ભે જિલ્લા કલેકટરે આજે ગ્રાઉન્ડ ફલોરની ઓચિંતી વિઝીટ લીધી હતી. જેમાં તેઓએ જનસેવા કેન્દ્રના નિર્માણ અંગે જરૂરી સુચનો આપ્યા હતા. ત્યારબાદ તેઓએ ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ વિવિધ ચેમ્બરોની સરપ્રાઈઝ વિઝીટ લઈને ખુણે-ખુણાનું ચેકિંગ કરી અને નડતરરૂપ ચિજવસ્તુઓ ઉસેડી લેવા માટે જે તે અધિકારીઓને તાકીદ કરી હતી.
વહીવટી વિભાગને લગતી ૧૦૮ જેટલી સરકારી સેવાઓ અરજદારોને ખુબજ સરળતાી મળી રહે તે માટે રાજ્યભરની કલેકટર કચેરીઓમાં અદ્યતન મોડેલ જનસેવા કેન્દ્રોનું નિર્માણ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે. જે સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં જ્યાં હાલ ઝોનલ કચેરી કાર્યરત છે ત્યાં મોડેલ જનસેવા કેન્દ્રનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જનસેવા કેન્દ્ર અને કાર્યરત થતા ઝોનલ કચેરીને જે તે મામલતદાર કચેરીમાં સ્ળાંતર કરી દેવામાં આવનાર છે. વધુમાં આ જનસેવા કેન્દ્ર અનેકવિધ સુવિધાથી સજ્જ હશે. સમગ્ર કેન્દ્ર કોર્પોરેટ ઓફિસ ટાઈપ બનશે. જે સેન્ટ્રલી એસી હશે. અહીં વેઈટીંગ એરીયા પણ બનાવવામાં આવશે. પ્રમ અહીં આવતા અરજદારોને પોતાના માટે ટોકન લેવાનું રહેશે. ત્યારબાદી વેઈટીંગ એરીયામાં બેસવાનું રહેશે. બાદમાં ટીવી સ્ક્રીન પર પોતાના ટોકન નંબર સામે જે ટેબલ નંબર દર્શાવવામાં આવશે તે ટેબલ ઉપર જઈને અરજદારે પોતાનું કામ કરાવવાનું રહેશે. અત્યાર સુધી જનસેવા કેન્દ્રોમાં લાંબી-લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળતા હતા પરંતુ આ દ્રશ્યો અદ્યતન મોડેલ જનસેવા કેન્દ્રના નિર્માણી ભૂતકાળ બની જવાના છે.
મોડેલ જનસેવા કેન્દ્ર આગામી ૨૬મી જાન્યુઆરી સુધીમાં કાર્યરત કરવાનો જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જે સંદર્ભે આજે જિલ્લા કલેકટર રેમ્યા મોહને ઝોનલ ઓફિસની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. આ વેળાઓ તેઓની સાથે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યા, ગ્રામ્ય પ્રાંત અધિકારી ડો. ઓમપ્રકાશ ઉપરાંત સબ રજિસ્ટ્રાર કચેરી તેમજ પીડબલ્યુડીના અધિકારીઓ પણ ઉપસ્થિત ર્હયાં હતા.
જિલ્લા કલેકટરે સતત દોઢ કલાક સુધી ઝોનલ કચેરી તેમજ ગ્રાઉન્ડ ફલોરની ચેમ્બરનું નિરીક્ષણ કર્યું હતું. ઝોનલ કચેરીમાં જનસેવા કેન્દ્રના નિર્માણ સંદર્ભે અધિકારીઓને જરૂરી સુચનો આપ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેકટરે ગ્રાઉન્ડ ફલોરની તમામ ચેમ્બરોની મુલાકાત લઈને ખુણે-ખુણાનું ચેકિંગ કરી નડતરરૂપ વસ્તુઓ હટાવી લેવા અધિકારીઓને કડક સુચના આપી હતી. આ દરમિયાન જિલ્લા કલેકટરે અરજદાર સહાયતા કેન્દ્રમાં પડેલો રેકોર્ડ આર એન્ડ બીના કેન્દ્રમાં ખસેડવાની તાકીદ કરી હતી. ઉપરાંત સિક્યુરીટી માટે ફાળવવામાં આવેલી ચેમ્બરમાં બિનજરૂરી વસ્તુઓ અસ્ત-વ્યસ્ત પડેલ હોય તેઓને આ વસ્તુઓ ત્યાંથી ખસેડી લેવાની સુચના આપી હતી.