એક તરફ રેસ્ટોટેન્ટમાં પાર્સલ ફૂડ લઇ જવાની છૂટ તો બીજી તરફ કફર્યુની કડક અમલવારી વચ્ચે પ્રજા મુંજાઇ
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનમાં તંત્ર તરફથી થઇ રહેલા નિર્દશોમાં વિસંગતાના કારવો પબ્લિક અને પોલીસ વચ્ચે અસમજનની સ્થિતિ ઉભી થઇ છે. રાજકોટમાં ફુડ પોકઅપ માટે છૂટછાટ અપાઇ છે. કેટલાક રેસ્ટોન્ટ ફુડ પાર્સલની સુવિધાની ટુંક સમયમા શરૂઆત કરવાની છે.
લોકડાઉન દરમિયાન જીવન જરૂરી વસ્તુઓની તંત્ર સર્જાય નહી તે માટે પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે. માલ સામાનની હેરાફેરી કરતા વાહનોને મંજુરી આપવામા આવી છે. કોરોના વાઇરસના પ્રભાવ વચ્ચે લોકોની જરૂરીયાતો પુરી થાય તે માટે તકેદારી રખાઇ છે. કેટલાક સંજોગોમાં લોકડાઉનને હળવુ પણ બનાવાયું છે. આવા સંજોગોમાં રાજકોટની સ્વાદપ્રીય જનતાને રાહત આપતા સમાચાર સાંપડયા હતા.
તંત્ર દ્વારા કેટલીક રેસ્ટોન્ટને ‘ટેક ઓવર’ ઓર્ડર માટેની છુટ આપવામાં આવી હતી. જેના અનુસંધાને લોકો રેસ્ટોન્ટમાંથી ટેલીહોનિક ઓર્ડર નોંધાવી શકશે અને પાર્સલ લઇ જઇ શકશે. વર્તમાન સમયે સ્વીગી અનેે ઝોમમેટો જેવી ઓનલાઇન ફૂડ ડીલીવરી સર્વિસ સાથે પાર્સલની ડીલીવરી મુદ્દે વાતચીત ચાલુ છે. જોકે આ પ્રકારની સર્વિસ ચાલુ થાય તે બાદ લોકડાઉનની વ્યાખ્યા શું તેવા સવાલો પણ ઉઠશે.
શહેરામા કલમ ૧૪૪ની અમલવારી છે. લોકો એકઠા થઇ શકે નહી. લોકડાઉન ઉધોગ ધંધા બંધ છે. ફલોર મીલ, તેલ મીલ બંધ હતી. હવે આ તમામ વ્યવસ્થાની ગાડી ભારે ચડાવવાનો પ્રયત્ન થશે. લોકોની માંગની સામે પુરવઠો પણ સપ્રમાણમાં રહે તે જરૂરી બાબત છે. જો સરકાર લોકડાઉનમા આવી વ્યવસ્થા સંભાળી નહી શકે. તો ભારે ઉહાપોહ થાય તેવી દહેશત છે.રેસ્ટોરન્ટના સંચાલકોએ અબતક સાથેથી વાતચીતમાં જણાવ્યુ હતુ કે બે દિવસમા જ પાર્સલ ડિલીવરીની સેવા શરૂ કરવામાં આવશે. ગ્રાહકોને અગાઉની જેમ નિયમિત મેન્યુ મળી રહેશે. અલબત પ્રારંતીક તબકકે સેલ્ફ સર્વિસ શરૂ કરવામાં આવશે.
લોકો માટે રોજીંદા ફુડની વ્યવસ્થા કરવામાં આવી છે: ધીફર્ન રેસીડેન્સના અમીત ઝા
ધ ફર્ન રેસીડેન્સી રાજકોટનાં એચ.આર.હેડ અમીત ઝા એ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યુ કે, લોકડાઉનના સમયમાં લોકો માટે ફુડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. ખાસતો હાલમાં સ્ટાફ માટે જે ફૂડની વ્યવસ્થા કરવામાં આવે છે. તેનુ જ પાર્સલ આપવામાં આવે છે. ખાસ તો જરૂરિયાતમંદ લોકોને ખોરાકનું પાર્સલ પહોચાડવામાં આવે છે. ઉ૫રાંત જે લોકો ફુડ ઇચ્છતા હોય તેમને હોટેલમાં પ્રવેશ આપ્યા પહેલા તેમનું ટેમ્પ્રેચર ચેક કરી તેવોને સેનેટાઇઝ પુઝ કરવા માટે કહેવાય છે. આ ઉપરાંત જે લોકો ફુડ લેવા માટે નથી આવી શકતા તેવોને હોટેલ સ્ટાફ દ્વારા ફૂડ પહોંચાડવામાં આવે છે.