શહેરના એકમાત્ર ફરવા લાયક સ્થળની દુર્દશા: બાગમાં દારૂની કોથળીઓ, ખાલી બોટલોનું સામ્રાજય
ધોરાજી નગરપાલિકા માં બે અઢી વર્ષ પહેલા ભાજપની બોડી હતી ત્યારે અંદાજે ૭૧૦૦૩૩૨ રૂપિયા નો ખર્ચ કરવામાં આવ્યો હતો.જેમાં સ્વણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ મોડલ ઘટક ની ગ્રાંટ નો ઉપયોગ કરવામાં આવેલ હતો જેમાં પેવીંગ બ્લોક કમ્પાઉન્ડ હોલ પાઈપલાઈન ઓફિસ બિલ્ડીંગ સિકયુરિટી કેબિન ઓફિસ બિલ્ડીંગ જેવાં કરવામાં આવેલ હતાં એવાં ચોપડે કામો નોંધાયા છે ધોરાજી નગરપાલિકા ચુંટણી આવીને ભાજપ ને જનતા એ જાકારો દીધા બાદ નગરપાલિકા માં કોંગ્રેસ નું શાસન આવ્યુ લોકો એ ખોબલે ખોબલે મત આવી ને ધોરાજી ઉપલેટા ધારાસભ્ય પણ કોંગ્રેસ અને નગરપાલિકા પણ કોંગ્રેસ આવી તેનો પણ બે થી અઢી વર્ષ નો સમય વિતિ ગયો હોય છતાં ભગવતસિંહજી વખત નો આ જનતા બાગ વિકાસ માટે ઝંખી રહયો છે ધોરાજી એક લાખ ની વસ્તી ધરાવતા વિસ્તાર છે પણ હિન્દુ સમાજ કે મુસ્લિમ સમાજ નાં ધાર્મિક તહેવારો માં હરવા ફરવા માટે નો એક માત્ર સ્થળ જનતા બાગ છે એ પણ વિકાસ થી વંચિત છે
વીજીલન્સ તપાસ નાં નામે રાજકીય રોટલા સેકાઈ રહયાં છે એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે તથા ધોરાજી નાં જનતા બાગ માં હાલ વર્ષો થી કાટમાળ પડ્યો છે દેશી દારૂ ની ખાલી થેલીયો તથા વિદેશી દારૂ ની ખાલી બોટલો અને ગંદકી કચરા ઓનુ સામ્રાજ્ય ખડકાયેલુ જોવાં મળે છે અને લોકો જણાવી રહયા છે કે અહીં નાં જનતા બાગ માં અસામાજિક તત્વો દ્વારા ખરાબ પ્રવૃતિ ઓ પણ થાય છે જનતા બાગમાં નથી બાળકો ને રમવા માટે નો સાધનો નથી બેસવા માટે નાં બાંકડા ઓ જે છે એક પણ તુટેલી હાલત માં જેથી ધોરાજી ની આમ જનતા ને બહાર ગામ હરવા ફરવા માટે તથા તહેવારો દરમ્યાન બહાર જવું પડે છે જેથી લોક માંગ ઉઠવા પામી છે કે શહેર નો એક માત્ર અને ભગવતસિંહજી વખતનો આ જનતા બાગ નો વિકાસ કરવામાં આવે બન્ને પક્ષો નાં આક્ષેપ પરાઆક્ષેપો કરી રહ્યા છે ત્યારે ધોરાજી ની આમ જનતા પીસાઈ રહી છે.