રાજય સરકારે ખાનગી શાળાઓમાં વસુલવામાં આવતી તોતિંગ ફીને નિયંત્રીત કરવા માટે ફી નિર્ધારણનો કાયદો ઘડયો હતો. ત્યારબાદ તમામ શાળાઓમાં ફી નકકી કરવા માટે ફી નિયમન સમીતીની રચના કરવામાં આવી હતી. એટલે કે કોઇપણ શાળામાં કેટલી ફી નકકી કરવી તે ફી નિયમીત સમીતી નકકી કરે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો જેના પગલે તમામ શાળા સંચાલકોએ પોતે વસુલવા માંગણી ફી અંગેનું સોગંદનામુ ફી નિયમત સમીતી સમક્ષ રજુ કર્યુ હતું. જેના પગલે આજે ફી નિયમન સમીતી રાજકોટની ૪ સહીત જીલ્લાની ર સ્કુલોની ફી જાહેર કરી હતી.

જેમાં એસ.વી. વિરાણી હાઇસ્કુલ રાજકોટની ગુજરાતી માઘ્યમમાં પ્લેટ હાઉસની ‚રૂ ૧૪,૩૦૦ નર્સરીની રૂ ૧૫,૬૦૦ જનરલ પ્રવાહની અને સાયન્સ પ્રવાહની રૂ ૧૮૦૦૦ ફી નકકી કરાઇ છે. જયારે અંગ્રેજી માઘ્યમાં પ્લે હાઉસની ‚રૂ ૨૫૦૦૦, નર્સરીની રૂ ૨૭૦૦૦ અને સામાન્ય અને સાયન્સ પ્રવાહની રૂ ૨૯૦૦૦ ફી નકકી કરાઇ છે.નૂરાનીયા ઇંગ્લીશ મીડીયમ સ્કુલની પ્રી  પ્રાયમરીની રૂ ૧૪૦૦૦, પ્રાયમરીની રૂ ૧૪૮૦૦, માઘ્યમિકની રૂ ૧૪૮૦૦ અને ઉચ્ચતર માઘ્યમિકની રૂ ૧૦૦૦૦ ફી નકકી કરાઇ છે.

સેન્ટ ફાંસીસ સ્કુલ રાજકોટની પ્રી. પ્રાયમરીની રૂ ૧૬૦૦૦ જયારે એલ. કે.જી. અને એચ.કે.જી ની રૂ ૧૬૦૦૦ ફી નકકી કરવામાં આવી છે. સેન્ટ આલ્ફેન્સી સ્કુલ રાજકોટની કે.જી. ની રૂ ૧૩૬૦૦ થી ૧૩૯૦૦ સુધી ફી જાહેર કરાઇ છે.જયારે અન્ય બે જેમાં સંસ્કાર દીપ વિઘાલય (ઠેબા)ની જામનગરની એલ.કે.જી. ની રૂ ૩૩૬૦ જયારે યુ.કે.જી. ની રૂ ૩૮૪૦ થી ૫૦૪૦ ફી નકકી કરાઇ છે. સ્વસ્તીક પબ્લિક સ્કુલ અમરેલીની ધો.૧૧ અને ૧રની રૂ ૪૦૦૦૦ ફી જાહેર કરાઇ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.