સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં.
હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતીબેન પનારા, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગર એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩માં સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરેલ આવસોમાં બનાવવામાં આવેલ શોપિંગ સેન્ટરની ૨૮ દુકાનોની આગામી ગુરવારના રોજ હરરાજીનો લાભ લેવા અનુરોધ કરેલ છે.
આ જાહેર હરરાજીમાં ભાગ લેનાર ઇસમે સ્ળ ઉપર રૂ.૧,૦૦,૦૦૦/- અવા રાજકોટ મહાનગરપાલિકાના નામના બેંક ડીમાન્ડ ડ્રાફ્ટી ડીપોઝીટ તરીકે ભરવાના રહેશે. ડીપોઝીટ ભરનાર ઇસમ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. માંગણી નામંજુર યે ડીપોઝીટની રકમ સદરહુ સ્ળ ઉપર જ પરત આપવામાં આવશે.
તેમજ હરરાજીમાં ભાગ લેનાર દરેક ઇસમે બોલીનો બોલ રૂ.૧૦,૦૦૦/-ના રાઉન્ડ ફિગરમાં જ બોલવાનો રહેશે અને જે ઇસમની છેવટની ઉંચી બોલી મંજુર થાય તેવા ઇસમે દુકાનની કુલ કીમતના ૨૫% રકમ રોકડેી અવા રાજકોટ સ્તિ બેંકના ચેકી સ્ળ ઉપર જ ભરપાઈ કરવાની રહેશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોની અંદાજીત રકમ રૂ.૧૭,૭૦,૦૦૦/- તેમજ ફર્સ્ટ ફ્લોરની દુકાનોની અંદાજીત રકમ રૂ.૧૪,૨૦,૦૦૦/- રાખવામાં આવેલ છે. જેમાં દુકાન નં.૦૮માં કાર્પેટ એરિયા ૯.૪૯ તેમજ બાકી દુકાનોમાં કાર્પેટ એરિયા ૨૩.૭૯ રાખવામાં આવેલ છે.