સૌથી ઓછું આમ આદમી પાર્ટીને 1.7 કરોડનું યોગદાન અપાયું
અબતક, નવીદિલ્હી
ચૂંટણી પૂર્વે વિવિધ ટ્રસ્ટ દ્વારા દેશની તમામ રાજકીય પાર્ટીઓને ફંડ આપવામાં આવતું હોય છે જેને ધ્યાને લઇ તમામ પ્રકાશ ની કામગીરી પાર્ટીઓ દ્વારા થતી હોય છે. બીજી તરફ એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે ગત વર્ષ 2020 અને વર્ષ 2021 દરમ્યાન પૃડન્ટ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા દેશની તમામ રાજકીય પાર્ટીઓને યોગદાન આપવામાં આવ્યું હતું. આ તકે વિવિધ કોર્પોરેટ કંપનીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી પૃડન્ટ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટએ સરવા થી ભાજપને વર્ષ 2020-21માં 209 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું જે તેમના યોગદાન નું 85 ટકાની રકમ હોવાની પણ સામે આવ્યું છે.
નહીં આ ટ્રસ્ટ દ્વારા સૌથી મોટું યોગદાન આમ આદમી પાર્ટીને આપવામાં આવ્યું છે જે રકમ 1.7 કરોડ જેટલી હોવાનું ખુલ્યું છે ત્યારબાદ આઈએનસીને 2 કરોડ, જનતા દળને 25 કરોડનું દાન આપવામાં આવ્યું હતું તો સાથ આ તમામ યોગદાન માં ફ્યુચર ગેમિંગ, મેઘા એન્જીનીયરીંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ભારતી એરટેલ, ભારતી ઇન્ફ્રાટેલ, ફિલિપ્સ કાર્બન બ્લેક સહિત કોર્પોરેટ કંપનીએ આ ટ્રસ્ટમાં પોતાનું યોગદાન આપ્યું છે.
એટલું જ નહીં પૃડન્ટ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા એનસીપીને પણ પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બીજી તરફ આંકડાકીય માહિતી મુજબ વર્ષ 2019-20 દરમિયાન પૃડન્ટ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા તમામ રાજકીય પાર્ટીઓને 271.5 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. આ યોગદાન આપવાથી તમામ રાજકીય પક્ષો દ્વારા ઇલેક્શન અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આગામી વર્ષ 2010માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં પણ કદાચ આ આંકડો આવનારા સમયમાં વધે તો નવાઈ નહીં પરંતુ હાલ એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ભાજપ પક્ષ બાદ અન્ય કોઈ પક્ષનું જે રીતે વર્ચસ્વ હોવું જોઈએ તે જોવા મળતું નથી અને પરિણામે મહત્તમ યોગદાન ભાજપ પક્ષ અને મળ્યું છે ત્યારે શું આ સ્થિતિ પણ આવનારા દિવસોમાં યથાવત રહેશે કે નહીં તે અંગેનો નિર્ણય આગામી દિવસોમાં થશે.