માંગ અને પુરવઠામાં વિસંગતા મુદ્દે વિશ્ર્વને ચેતવતા આઇએમએફના અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથ
સમગ્ર વિશ્ર્વમાં અત્યારે ચીનના કોરાના વાયરસની અસરથી આર્થિક અને વેપારી માળખુ હાલક ડોલક થઇ ચુકયું છે. ત્યારે વેપાર-ઉઘોગ અને આર્થિક તજજ્ઞો અને રણનીતિના ઘડવૈયા અને ફરજીયાત પણે અસરકાર નિર્ણયો અને આવશ્યક પગલા લેવા જ પડશે તેમ આઇ.એમ.એફના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જણાવ્યું હતું ધરેલું ઉત્પાદન અને વ્યાપાર ઉઘોગને કોરોના વાયરસથી જે મોટો ફટકો પડયો છે તેની અસરો નિવારવા માટે આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગીતા ગોપીનાથે આઇએમએફના બ્લોગમાં જણાવ્યું હતું કે કોરોાના વાયરસની અસરના પગલે સમગ્ર વિશ્ર્વમાં આવી પડેલી આરોગ્ય કટોકટોની સાથે વ્યાપાર, વ્યવહાર ને પણ ખાસી મોટી અસર થઇ છે. ઘર આંગણાનો વેપાર પણ માંગ અને પુરવઠાની વિસંગતતાને કારણે પડી ભાંગ્યો છે. માંગનો ઘટાડાને પગલે આવક અને રોકડ વ્યવહારમાં મોટો ફટકો પડયો છે. આ પરિસ્થિતિમાં આર્થિક સહાય અને કર રાહતો જેવા પગલાં લઇને વેપાર વ્યવહારને જાળવી રાખી લોકોની જરુરીયાતો પુરી કરવા અસરકારક પગલા લેવા અનિવાર્ય છે. ગીતા ગોપીનાથે એવો પણ મત વ્યકત કર્યો હતો કે સેન્ટ્રલ બેંકે આર્થિક પ્રવાહી સ્થિતી અને રોકડ વ્યવહાર ચાલુ રહે તે માટે ભંડોળ આપવું જોઇએ., સાથે સાથે લધુ અને નાના વ્યવસાયકારો માટે આર્થિક સહાયની ભુમિકા અદા કરતી નોન બેકીંગ ફાયનાન્સ કંપનીઓની સ્થિતિ અત્યારે સારી નથી તેવા સમયમાં સેન્ટ્રલ બેંકે આવી કંપનીઓને વ્યવસાયિક રીતે મદદપ થવું જોઇએ. અત્યારે કોરોના વાયરસને પગલે સમગ્ર અર્થતંત્રમાં આવેલી સુસ્તી ઉડાડવા માટે ધિરાણ માટે હાથ છુટ્ટુ રાખવો જોઇએ. કોરોના વાયરસને પગલે ઉભી થયેલી આર્થિક મુશ્કેલીના આ સમયગાળામાં મંદી નિવારવા માટેજો સમયસર પગલાં લેવામાં નહિ આવે તો તેની ખુબ પ્રતિકુળ અસરો પડશે. અત્યારે તો વ્યાજદર માં કાપ મૂકીને બજારમાં આત્મ વિશ્ર્વાસ વધારવાની જરૂર છે. સેન્ટ્રલ બેંક જેવી સંસ્થાઓ એ નાણાકીય ખાદ્યની આપુરતી કરવા જરુરી મુદ્દા સહાય અને ઉદારવલણ અપનાવીને પડી ભાંગેલા ધંધો ઉઘોગને પીઠબળ આપવાની જરૂર છે.
કોરોના વાયરસની વ્યાપક દહેશતના પગલે સમગ્ર વિશ્ર્વમાં આર્થિક પ્રવૃત્તિઓ અને કોમોડીટી માર્કેટમાં મંદી પ્રવૃત્તિ રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ આપત્તિગ્રસ્ત દેશોને માનવીય સહાય આપવી જોઇએ. કોરોના વાયરસના આ પરિબળે વ્યાપાર જગતના બન્ને આયામો પુરવઠા અને માંગને મોટાપાયે ખલેલ પહોચાડી છે. ઉત્પાદનના ઘટાડાથી માંગ મુજબ માલ મળતો નથી. વ્યાપાર અને વ્યવસાયકારોએ મંદીના પગલે વ્યાપાર ઘટાડી દીધો છે. માંગની તરફ ધંધામાં ખોટના પગલે રોકાણકારોનું રોકાણ ઘટયું છે. કામદારોને પગાર આપવાના પૈસા નથી આજ રીતે કોરોના પગલે પ્રવાસન ઉઘોગની બેહાલીનો દાખલો જગત સમક્ષ ઇટાલીએ પુરો પાડયો છે.