• રડતો ના, ઉભો થા… કામે લાગી જા… તકદિરનો ભરોસોના તું તકદિર બનીજા…
  • રીબડા શ્રીમદ્દ ભાગવત કથા મહોત્સવ કથા મહોત્સવમાં રૂકિમણી વિવાહ સહિતના કાર્યક્રમો યોજાયાં: કાલે રાજભા ગઢવી, દેવાયત ખવડ, દેવરાજ ગઢવી સહિતના કલાકારો દ્વારા સંતવાણી: ધર્મોત્સવમાં શ્રોતાઓ બન્યાં ભાવ વિભોર

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે ગત તા. 20-5 થી તા.26-05 સુધી શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરાયું છે. રીબડા ખાતે  મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા  મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજા,  રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા,  અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા  રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા રીબડા ખાતે  મહીરાજ હનુમાનજીની પ્રેમ નિશ્રામાં તા. 20-5 થી શરૂ  થયેલ શ્રીમદ ભાગવત સપ્તાહની વ્યાસપીઠ ઉપરથી પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે. . તા. 20-5 શુક્રવારથી સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી કથા શ્રવણ થઇ રહ્યું છે. કથા તા 26-5 ને ગુરુવારે વિરામ પામશે.

IMG 20220524 WA0052

રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં તા.20-5 ને શુક્રવારે  મહીરાજ હનુમાનજી મંદિરથી  પોથીજી યાત્રાનું પ્રસ્થાન થઇ હતી.  તા.23-5-ને સોમવારે શ્રીમદ ભાગવત કથા મહોત્સવમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ તેમજ તારીખ 24-05-2022 ને મંગળવારે શ્રી ગોવર્ધન પૂજા તેમજ તારીખ 25-5ને બુધવારના રોજ શ્રી રુક્ષમણિ વિવાહ પ્રસંગ યોજાયાં હતા.

રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા મહોત્સવ દરમિયાન સંતવાણી કાર્યક્રમનું આયોજન પણ કરાયેલ છે. તા.23-05ને સોમવારે રાત્રે  સંતવાણી કાર્યક્ર્મમાં જાણીતા કલાકારો  બ્રિજદાન ગઢવી, માયાભાઇ આહીર, સાઈરામભાઈ દવે, નારાયણભાઈ ઠાકર, ઓસમાણભાઈ મિર, ભગવતિબેન ગોસ્વામી, તથા હર્ષ પીપળીયા (રીબડા) સંતવાણી કાર્યક્ર્મમાં સંતવાણી ભજન અને સાહિત્યની વાતો રજૂ કરેલ . તા.24-5ને મંગળવારે જાણીતા કલાકાર દીપકભાઈ જોશી તેમજ ફરિદાબેન મિર સંતવાણી રજૂ કરેલ. તા.26-5  ને ગુરુવારે રાત્રે 9 કલાકે જાણીતા કલાકારો રાજભા ગઢવી, દેવાયતભાઈ ખવડ, અનુભા ગઢવી, હરદેવભાઈ આહીર, મનસુખભાઇ વસોયા અને હકાભા ગઢવી સંતવાણી ભજન અને સાહિત્યની વાતો રજૂ કરશે .

IMG 20220524 WA0050

રીબડા ખાતે  મહીરાજ બજરંગબલી ટ્રસ્ટના પ્રણેતા  મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાની પ્રેરણાથી જાડેજા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત મહોત્સવ ને સફળ બનાવવા તેમજ તમામ ધર્મપ્રેમી જનતાને પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી કથાનું રસપાન કરવા માટે રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા,  અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા  રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે

કથાના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ ઉપરથી પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ જણાવ્યું હતું કે આપણને ઇશ્ર્વરે ઘણું આપ્યું છે. આમાંથી થોડો ઘણો ભાગ પરમાર્થ માટે વાપરવો જોઇએ. આપણાથી  ઘણા એવા પણ પરિવારો છે કે જેની પાસે આપણી પાસે છે એટલું સુખ નથી પૂ. ભાઇશ્રીની અમૃત વાણીથી શ્રોતાઓ ભાવુક બન્યા હતા.

કથામાં જાડેજા પરિવારના સ્નેહી મિત્રો સગા સંબંધીઓ અને રાજકીય સામાજીક આગેવાનો અને સંતો મહંતો મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ ‘અબતક’ ચેનલ અને ડિજિટલ માધ્યમમાં જીવંત પ્રસારણ  નિહાળી શકાશે

જુઓ અબતક ચેનલ, ઈન કેબલ ચેનલ નં: 561, ડેન નેટવર્ક ચેનલ નં: 567, સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં: 350, સહયોગ નેટવર્ક ચેનલ નં:105 livetv.www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.