૪.૫ લાખ પ્રોપર્ટીના બિલ મોકલવા માટે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ અને રાજકોટ મહાનગરપાલિકા વચ્ચે કરાર
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ ના કાર્પેટ એરિયા આધારિત વેરા આકારણી મુજબના ૪.૫ લાખ મિલકતના વેરાના બિલ ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટની સ્પીડ પોસ્ટ સેવા મારફત કરવાનો નિર્ણય મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ કર્યો છે. સ્પીડ પોસ્ટ દ્વારા કરદાતાઓને મિલકત વેરાના બિલ પહોંચાડવાના કામ અંગે રાજકોટ મહાનગરપાલિકા અને પોસ્ટલ ડિપાર્ટમેન્ટ વચ્ચે એક કરાર પણ કરવામાં આવી રહયો છે.
મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ લીધેલા ઉપરોક્ત નિર્ણયને પગલે વેરા વસૂલાત શાખાએ મોટી સંખ્યામાં પોસ્ટલ બિલ મોકલવાના તા હોય સંબંધિત સહાયક કમિશનરશ્રી અને ટેક્સ શાખાના સ્ટાફ દ્વારા આ માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,