અદાલતના સમન્સનો જવાબ ન આપનાર એનઆરઆઈ પતિઓ માટે વિદેશ મંત્રાલય ખાસ વેબસાઈટ બનાવશે

દેશમાં યુવતીઓને વિદેશમાં વૈભવશાળી લાઈફ સ્ટાઈલના સ્વપ્ન દેખાડી લગ્ન કરતા એનઆરઆઈ પતિઓ દગો કરતા હોવાના અનેક કિસ્સા નોંધાયા છે. દગામાં પોલીસ કેસ થયા બાદ કોર્ટ એનઆરઆઈ પતિને સમન્સ ફટકારે છે પરંતુ આવા સમન્સને તેઓ ગંભીરતાી લેતા નથી. પરિણામે હવે સરકારે પત્નીઓને ન્યાય અપાવવા ભાગેડુ એનઆરઆઈ પતિઓની મિલકતો અને પાસપોર્ટ જપ્ત કરવાની તૈયારી કરી છે.

ટૂંક સમયમાં સરકાર ભાગેડુ એનઆરઈ પતિઓ અંગેનો કાયદો લાવશે. વિદેશ મંત્રાલય દ્વારા એવી વેબસાઈટ બનાવવામાં આવશે જેમાં અદાલતોએ પાઠવેલા સમન્સનો કોઈ જવાબ ન અપાયો હોય તેવા એનઆરઆઈ પતિઓની યાદી રહેશે. જો પતિ ભારતમાં કાયદેસર કાર્યવાહીનો સામનો કરી રહ્યો હોય અને કોર્ટને જવાબ ન આપે તો તેને આ વેબસાઈટ ઉપર હાજરી આપવી પડશે. ઘણી વખત સજાના ડરી ભાગેડુ પતિઓ અન્ય દેશમાં છુપાઈ આઈડેન્ટી પણ બદલી નાખતા હોય છે.

આવા કિસ્સામાં સરકાર અનેક પ્રકારના કડક નિયમોનું વિચારી રહી છે. જેના અનુસંધાને પતિઓની ભારત સ્થિત મિલકતો તેમજ પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવશે. વિદેશમાં લગ્ન કરી અનેક પત્નીઓ પસ્તાવો કરતી હોવાના કિસ્સા સામે આવે છે. વિદેશમાં લગ્ન કર્યા બાદ ભારત આવી ફરિયાદ નોંધાવે છે. ઘણીવાર વૈભવી જીવનના સ્વપ્ન બતાવી પતિ અહીં લગ્ન કરી વિદેશ ભાગી જાય છે અને પત્નીને વર્ષો સુધી સો લઈ જતો નથી. આવા કિસ્સામાં સરકારના કાયદા કડક બનશે તેવું જણાય આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.