અફઘાનિસ્તાન માંથી અમેરિકન સૈન્ય ની ઘર વાપસી બાદ ઘાની સરકારે જે રીતે સત્તાની પછેડી સંકેલી લેતા તાલિબાનોને સાવ સરળતાથી અફઘાનિસ્તાન નો કબજો હાથ કરવામાં સફળતા મળી,  હવે તાલિબાનોએ જે રીતે કરેલા કબજા અને ઉભી કરેલી સરકારની માન્યતા મેળવવા માટે શરૂ કરેલા પ્રયાસો માં તાલિબાની નેતાઓ માટે હજુ દિલ્હી ઘણું દુર છે,

સરકારની માન્યતા માટેતાલિબાનોના પ્રયાસોમાં પ્રથમ તો ,1990ના દાયકાની તાલિબાનોની છાપ ભૂંસવા માટે સંચાલકોને લોકતાંત્રિક વ્યવસ્થા  નું સન્માન કરતા શીખવું પડશે ,સાઉદી અરબે પણ સત્તાવાર રીતે તાલિબાનોને એવી હિમાયત કરી છે કે જો વિશ્વ સમાજનીસ્વીકૃતિ મેળવવી હશે તો તાલિબાનોએ કરેલા વચન પુરા કરીને વિશ્વાસ મેળવવો જ પડશે, અફઘાનિસ્તાન પર કબજો મેળવવામાં તાલિબાનોને ધાર્યા કરતાં વધુ આસાની રહી છે તેમાં બેમત નથી પણ હવે આઈએસ જેવા આંતરરાષ્ટ્રીય જેહાદી સંગઠનો અને સ્થાનિક કબીલાના વિરોધ જેવા પડકારોની સાથે સાથે તાલિબાનો માટે વિશ્વ સમાજની સ્વીકૃતિ અને સરકારને કાયદેસરતા ની માન્યતા મેળવવી ફરજિયાત બની છે, અત્યાર સુધી તાલિબાનોએ જેની લાઠી એની ભેંસ અને બળજબરીથી પ્રદેશ પર કબજો કરવાની રણનીતિ અપનાવી હતી પરંતુ હવે લોકતાંત્રિક ઢબે શાસન કરવાની ફરજ પડી છે, તાલિબાન શાસકો સામે સૌથી મોટા પડકારો માં અફઘાનિસ્તાનમાં પૂર્ણ લોકશાહી, સામાજિકસુરક્ષા, મહિલા સ્વતંત્રતા અને ખાસ કરીને અફઘાનિસ્તાનની ભૂમિ વૈશ્વિક આંતકવાદીઓ અને ડ્રગ માફિયાઓને વાપરવા ન દેવાની પ્રતિબદ્ધતા નો સમાવેશ થાય છે, સરીયત ના કાયદા સાથે કહેવાતી બાંધછોડ માટે તો તાલિબાનો તૈયાર થઈ ગયા છે મહિલાઓને સ્વતંત્રતા માટેની કેટલીક બાંધછોડ પણ અપનાવી છે પરંતુ વૈશ્વિક આંતકવાદીઓ અને કેફીદ્રવ્યોના કારોબાર પર રોક લગાવવી હાલના સંજોગોમાં તાલિબાનો માટે કહેવું એટલું સહેલું નહીં બની રહે તાલીબાનો પ્રત્યે લગાવ રાખનાર સંયુક્ત અરબ અમીરાત ના રાજાએ પણ તાલિબાનોને કરેલા વચનો પૂરા કરવાની હિમાયત કરી છે, વિશ્વ સમાજ તાલિબાન સરકાર ને કોઈપણ સંજોગોમાં કાયદેસરતા આપવાના પક્ષમાં નથી ત્યારે તાલિબાનોએ પ્રથમ તો કરેલા વચનો પુરા કરીને વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે જો આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવામાં લાંબો સમય લાગશે તો વિશ્વ સાથેના સંબંધોથી વિખુટુ પડી અફઘાનિસ્તાન વર્લ્ડ બેંકની સહાય અને જરૂરી ચીજવસ્તુઓ થી વંચિત રહી જશે ત્યારે તાલિબાનો માટે હવે 1990 ની જેમ બંદુક નાળચે નહીં પણ લોકતાંત્રિક રાહે દેશનું સંચાલન કરવાની ફરજ પડી છે ત્યારે તાલિબાનોએ પોતાની છાપ સુધાર્યા સિવાય છૂટકો નથી….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.