રાજકીય પક્ષો દ્વારા અપાતા વાયદાઓથી અર્થ વ્યવસ્થાને પડે છે મોટી અસર
ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે રાજકીય પક્ષો ખેત લોનમાં માફી આપવાની ઘોષણા કરતી હોય છે જે ખરા અર્થમાં ન કરવી જોઈએ. રાજને જણાવ્યું હતું કે, તેઓએ આ વખતે નિર્વાચન આયોગને પત્ર લખી જણાવ્યું હતું કે, ચૂંટણીમાં થતાં વાયદાઓનો સામેલ કરવો ન જોઈએ.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ખેતી લોન માફી ન માત્ર ખેત ક્ષેત્રે પરંતુ જે તે રાજયની આર્થિક વ્યવસ્થાને પણ અસર પડે છે. પાછલા પાંચ વર્ષોમાં જે જે રાજયોમાં ચૂંટણી યોજાય તેમાં તમામ રાજકીય પક્ષો દ્વારા કૃષિ કર્જ માફીની ઘોષણા કરવામાં આવી હતી અને હાલમાં જે પાંચ રાજયોની ચૂંટણી પૂરી થઈ તેમાં પણ આ પ્રકારના વાયદાઓ કરવામાં આવ્યા હતા. જેને લઈ એમએસપી ભાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
વધુ વિગતો આપતા તેઓએ જણાવ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે તેની સાર-સંભાળ લેવી ખૂબજ જરૂરી છે પરંતુ ખેતી લોનમાફીના વાયદા આપવાથી કેટલા અંશે આર્થિક ક્ષેત્રે અથવા તો કૃષિ ક્ષેત્રે ફાયદો થતો હોયછે તે પણ એક મુખ્ય પ્રશ્ન છે. રઘુરામ રાજન દ્વારા એન ઈકોનોમીક સ્ટ્રેટેજી ફોર ઈન્ડિયા નામનો રિપોર્ટ પ્રસ્તુત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કૃષિ કર્જ માફીનો લાભ સારા લોકોને એટલે કે સધ્ધર લોકોને મળે છે. નહીં કે ખરા અર્થમાં જરૂરીયાતવાળા લોકોને. જેને લઈ રાજયની અર્થ વ્યવસ્થાને ઘણી મોટી તકલીફ પડતી હોય છે. તેનો ખ્યાલ તમામ પક્ષોએ રાખવો જોઈએ. રઘુરામ રાજને જણાવ્યુંહતું કે, આપણે એવો માહોલ બનાવવો જોઈએ કે જેથી કિસાનો પણ વાયબ્રન્ટ થઈ શકે અને ખેતીને લઈ ઘણીખરી પડતી સમસ્યાનો ઉકેલપણ લાવી શકે. તેઓએ જણાવ્યું હતુંકે, માત્ર કૃષિ ક્ષેત્રે જે રોકાણ કરવામાં આવતું હોય તેને લઈ રાજયોના ખજાના ઉપર પણ ભારે દબાવ જોવા મળતો હોય છે. જયારે કૃષિ લોન માફીનો અમલ કરવામાં આવે ત્યારે તેને અનુલક્ષી ઈલેકશન કમીશનને પણ પત્ર લખવામાં આવ્યો છે કે, આ પ્રકારના મેન્ડેટનો ઉલ્લેખ ન થવો જોઈએ. કારણ કે કિસાન જ એક નાનકડો સમૂહ છે જે આ પ્રકારનો ઋણ એટલે કે ખેતીને લઈ લોન લેતો હોય છે. મા‚ માનવું છે કે, કિસાનોને પોતાનો હકક મળવો જ જોઈએ તેને લઈ એ પ્રકારનું વાતાવરણ બનાવવું ખૂબજ જરૂરી છે. જેને લઈ ઘણા ખરા સંશોધનો કરવા અગત્યના છે. માત્ર કૃષિ લોન માફી એ સર્વશ્રેષ્ઠ વિકલ્પ નથી.