અજંતા- ઇલોરાથી પણ જૂની અને 1800 વર્ષ પુરાણી ગોંડલ તાલુકાની ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ વિકસાવવા માટે જિલ્લા કલેકટરે કમર કસી છે. આ ડેવલપિંગ પ્રોજકેટના બીજા ચરણ હવે પૂર્ણતાને આરે છે. બેથી ત્રણ મહિનામાં આ કામ પૂર્ણ થઈ જશે.

આ ગુફાઓ ગોંડલથી 20 કિલોમીટર દૂર આવેલા ખંભાલીડા ગામમાં આવેલી છે. 1957-59ની સાલમાં ગામની ટેકરીઓની ઓથમાં ક્ષત્રિય અને ગુપ્ત કાળના સંધી સમયની બૌદ્ધ ગુફાઓની અલભ્ય શોધ થઇ હતી. આ ગામમાં 1700થી 1800 વર્ષ પહેલાંના સમયની બૌદ્ધ ગુફાઓમાં વિહાર સભાખંડો અને ચૈત્યગૃહો આવેલાં છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ જોતાં જ અજંતા-ઇલોરાની ગુફાઓ ઝાંખી પડે તેવી 1800 વર્ષથી બેનમૂન છે.

ઉલ્લેખનીય છે કે આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા વર્ષ 2011માં પ્રોજેક્ટ હાથ પર લઈ આ સમયે પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત એ સમયના નાણામંત્રી વજુભાઈ વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ પ્રોજેક્ટ થોડો ચાલ્યા બાદ ચારથી પાંચ વર્ષ સુધી તેનું કામ અટકી પડ્યું હતું. બાદમાં આ પ્રોજેક્ટને આગળ વધારવા ગતિ અપાય છે. આ પ્રોજેક્ટમાં બૌદ્ધ ગુફાથી 300 મીટર દૂર પ્રાર્થના હોલ, ગેસ્ટહાઉસ, ગેલેરી અને ભોજનાલયના બિલ્ડિંગનું નિર્માણ કરાયું છે. જે કામ હવે બેથી ત્રણ મહિનામાં પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.