“કોન્સેપ્ટ મેપમાં વિજ્ઞાનની અધ્યયન નિષ્પતિ” પ્રોજેક્ટથી રાતૈયા પ્રાથમિક શાળાનું નામ રોશન થયું
જીસીઇઆરટી ગાંધીનગર અને શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત રાજ્ય કક્ષાના આઠમાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે કરવામાં આવ્યું હતું . આ ફેસ્ટિવલમાં ગુજરાતના દરેક જિલ્લામાંથી પસંદ થયેલ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગ રજૂ કર્યા હતા, ત્યારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, રમણલાલ વોરા અને નિયમક ડી .એસ .પટેલ સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા.
આ ઇનોવેશન ફેસ્ટિવલમાં રાજકોટ જિલ્લામાંથી પ્રથમ ક્રમે પસંદ થયેલ કવિતાબેન ભટાસણાનો નવતર પ્રયોગ” કોન્સેપ્ટ મેપમાં વિજ્ઞાનની અધ્યયન નિષ્પતિ” આકર્ષણનું કેન્દ્ર બન્યું હતો. આ નવતર પ્રયોગમાં વિજ્ઞાન વિષયના દરેક પ્રકરણના કોન્સેપ્ટ મેપ બનાવવામાં આવ્યા હતા, જેમાં બાળકો કંટાળા વિના ટૂંક સમયમાં પુનરાવર્તન કેવી રીતે કરી શકે તથા દરેક પરીક્ષામાં વિજ્ઞાન વિષયક પ્રશ્નોને સારી રીતે સમજી જવાબ આપી શકે તેના પર કરવામાં આવ્યો હતો .આ નવતર પ્રયોગને રાજ્યકક્ષામાં રજૂ કરી કવિતાબેને રાજકોટ જિલ્લાની રાતૈયા પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું હતું.