એક કરોડી વધુની કોસ્ટના પ્રોજેકટ માટે દર પખવાડિયે સમીક્ષા બેઠક કરાશે
બજેટમાં જાહેર કરાયેલા પ્રોજેકટો નિયત સમય મર્યાદામાં શ‚ ાય અવા પૂર્ણ ાય તે માટે મહાકાય પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર મુકવા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તમામ મહાપાલિકા અને નગરપાલિકાઓને આદેશ આપ્યો છે. જેના પગલે મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ વર્ષ ૨૦૧૭-૧૮માં મુકવામાં આવેલા પ્રોજેકટને ફાસ્ટટ્રેક પર મુકી દીધા છે.તેઓએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાલુ સાલના બજેટમાં એક કરોડ કે તેી વધુના જે પ્રોજેકટ જાહેર કરવામાં આવ્યા છે. તેવા સીસીટીવી કેમેરા, ફાયર કનેકટીવીટી, ગાંધી મ્યુઝીયમ સહિતના પ્રોજેકટ માટે ટેન્ડર પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યા છે. જયારે રાંદરડા તળાવ, કે.કે.વી અને સોરઠીયાવાડી બ્રિજ સહિતના પ્રોજેકટ ફાસ્ટટ્રેક પર લેવામાં આવ્યા છે અને દર ૧૫ દિવસે પ્રોજેકટની સમીક્ષા કરવામાં આવશે. જેનું મોનીટરીંગ ખુદ મ્યુનિ.કમિશનર કરશે.