વીરપુરના ખેડૂત દ્વારા પોતાના ખેતરમાં માળીયા પર વાલના વેલા ચડાવી નવતર ખેતી કરી મબલખ ઉત્પાદન સાથે સારી આવક મેળવી ખેડૂતોને સામાન્ય મહેનતથી સારી આવક મેળવવાની એક નવતર રીત શીખવી છે.
વિરપુર જલારામ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં નવતર પ્રયોગ કરીને વાલની માળીયા બનાવીને ખેતી કરી છે અને મબલખ ઉત્પાદન મેળવ્યું છે, વીરપુર સીમમાં ટૂંકી જમીન ધરાવતા રઘુભાઈ મેર પોતાના બે વીઘા જેટલા ખેતરમાં માળીયા (ટેલિફોનિક) પદ્ધતિથી વાલની ખેતી કરી છે આ વર્ષે ઓછા વરસાદને કારણે રઘુભાઈએ વાલના છોડને પાણી પાવા માટે ટપક પદ્ધતિ પણ અપનાવી ઓછા પાણીમાં વધુ વાલના પાકનું ઉત્પાદન કરી સારી આવક મેળવી છે, આ વાલની ખેતી વિશે રઘુભાઈ મેરને પૂછતાં તેમણે જણાવ્યું હતુ કે પોતાને વાલની ખેતીનો વિચાર ક્યારે આવ્યો ગયા વર્ષે તેમણે પોતાના ખેતરમાં ઓછા પ્રમાણમાં વાલ નું વાવેતર કર્યું હતું ત્યારે રઘુભાઈ ખેતરના શેઢા પર કામ કરી રહ્યા હતાં ત્યારે એક વાલનો છોડ ખેતરના શેઢાની વાળમાં ઉંચો ચડી ગયો હતો ત્યારે રઘુભાઈને વિચાર આવ્યો કે જે છોડ નીચે છે તેમાં વાલ ઓછા જોવા મળ્યા જ્યારે ખેતરના શેઢાની વાળ પર ચડેલા વાલના છોડમાં વધારે પ્રમાણમાં વાલ જોવા મળ્યા એ જોઈને રઘુભાઇને વિચાર આવ્યો કે પોતાના ખેતરમાં વાલની ખેતી માળીયા બનાવીને કરૂ અને એ નવતર પ્રયોગથી આજે રઘુભાઈ ના બે વીઘા જેટલા ખેતરમાં દરરોજ ૫૦ થી ૬૦ કિલો જેટલા વાલનો ઉતારો આવે છે અને વધુમાં રઘુભાઈએ જણાવ્યું હતું કે વાલની ખેતી કરવાથી ખેડૂતોને બે લાભ થાય છે એક તો વાલ જ્યારે લીલા હોય ત્યારે લીલા શાકભાજી માં વેચાય છે જયારે પાકી જાય એટલે કે સૂકા થાય ત્યારે પણ કઠોળમાં વેચાય છે અને ઓછા પાણીએ ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે આમ વીરપુર ગામના ખેડૂત રઘુભાઈ મેરે ગામના કૃષી તજજ્ઞ સંજયભાઈ ડોબરીયાની સલાહ સૂચનથી માળીયા પદ્ધતિથી પોતાના ખેતરમાં વાલની ખેતી કરી અને કોઈ પણ જાતના આધુનિક ખાતર વગર દેશી ખાતરથી કુદરતી રીતે વાલનું જતન કરી મબલખ પાક મેળવી ખેડૂતોને વાલ ખેતીની માળીયા પદ્ધતિની નવતર રીત શીખવી છે.