જોડીયા માર્કેટિંગ યાર્ડ ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત ની આવક માં વધારો થઈ  ખેડૂતના લાભ માટે ખેતર ની ફરતે કંટાળી તાર – હેન્ડ ટુલ્સ કીટ -ફળ અને શાખભાજી નો બગાડ અટકાવવા માટે છત્રી /સેડ કવર પુરા પાડવા. વગેરે યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ આજે યોજાયો હતો.  આ કાર્યક્રમ  સરદાર પટેલ સહભાગી યોજના ના ચેરમેન ભરતભાઈ બોધરા સાહેબ ના અદયસસ્થાને યોજવામાં આવેલ હતો. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ. યુ. મકવા,જિલ્લા બાગાયત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી  જે. એચ.સોરઠીયા.. જોડીયા/ધ્રોલ ખેતીવાડી ના અધિકારીઓ, ગ્રામસેવકો,એ. પી. એમ સી. જોડિયા ના ચેરમેન ધરમશીભાઈ ચનીયારા,જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ દલસાણીયા,ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ભીમજીભાઈ મકવાણા ,ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મૂંગરા,  જિલ્લા ભાજપ ઉપપ્રમુખ   ડી ડી જીવાણી ,યુવાભાજપ ગુજરાત પ્રદેશકારોબારી સભ્ય હિતેષભાઇ ચનીયારા એ. પી. એમ. સી.જોડિયા ડાયરેક્ટર ચિરાગ વાંક, રાજુભાઈ, તેમજ લાભાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.