મનુ સ્મૃતિ ગ્રંથમાં કેટલાક વાંધાજનક વિધાન અંગે 25 ડીસેમ્બર 1927થી વિરોધ દિવસ તરીકે દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગતરાતે રાજનગર ચોકમાં તલાટી મંત્રી જગદીશભાઇની આગેવાની હેઠળ મનુ સ્મૃતિના વાંધાજનક વિધાન અંગે વિરોધ કરી પોસ્ટર સળગાવવાનો કાર્યક્રમ રાખ્યો હતો તે દરમિયાન વિશાલ નામની વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરી પોસ્ટર સળગાવવાનો વિરોધ કરી અટકાવવા કરેલા પ્રયાસ અંગે ઘર્ષષ થયુ હતું. મામલો વધુ તંગ બની ઉગ્ર બને તે પહેલાં ડીસીપી સુધિરકુમાર દેસાઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચી બંને પક્ષને માલવીયાનગર પોલીસ મથકે લઇ જઇ સમજાવટથી મામલો થાળે પાડયો હતો.
મોડીરાતે ટોળા દ્વારા સુત્રચ્ચાર કરી પોસ્ટર સળગાવતા તંગદીલી: ડીસીપી સહિતના અધિકારીઓએ બંને પક્ષે સમાધાન કરાવ્યું
મનુ સ્મૃતિમાં નારીને ન ભણાવવા અને બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સંપતિનો હક્ક ભોગવવા અંગેના વાંધાજનક વિધાનોનો સૌ પ્રથમ ડો.બાબા સાહેબ ભીમરાવે ગત તા.25 ડિસેમ્બર 1927ના રોજ વિરોધ કર્યો ત્યારથી સમગ્ર દેશમાં મનુ સ્મૃતિના વાંધાજનક વિધાનનો વિરોધ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ગઇકાલે તા.25 ડિસેમ્બર હોવાતી રાજનગર ખાતે મનુ સ્મૃતિના વિરોધ થઇ રહ્યો હતો ત્યારે વિશાલ નામની વ્યક્તિએ હિન્દુ દેવી-દેવતાના ફોટા ફાડી સળગાવવામાં આવતા હોવા અંગેનો પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કરી કાર્યક્રમ અટકાવવા પ્રયાસ કર્યો ત્યારે ઘર્ષણ થતા ડીસીપી સુધિરકુમાર દેસાઇ, પી.આઇ. એ.બી.જાડેજા, પીએસઆઇ મહેશ્ર્વરી, ગજેરા, બી.બી.રાણા અને જે.એસ.હુંબલ સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી મામલો થાળે પાડયો હતો.
મનુસ્મૃતિના વિરોધ કરતા સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા હતા અને બંને પક્ષે સમાપાન થઈ ગયું છે. જોકે પોલીસના જે રીતે પાડા ઉતરી પડલા હતા તે દ્રશ્ય જોઇને ઘટના પર પડદો પાડી દેવાયાની પણ ચર્ચાઓ શરૂ થઈ હતી. શહેરના નાનામવા રોડ પરના રાજનગર ચોકમાં રાત્રીના ટોળુ એકઠું થઈ ગયું હતું. જે દેખાવ કરવામાં આવી રહ્યો હતો. ત્યાંથી પસાર થયેલા વ્યક્તિએ માલવીયા નગર પોલીસ મથક ના સ્ટાફને કરતાં ત્યાં દોડી ગઈ હતી. હિન્દુ સંગઠનના લોકો પહોંચતા હોબાળો કરી રહેલા લોકોએ એ પાંચ-છ લોકોને ઘેરી લેતા મામલો તંગ થઈ ગયો હતો. ઘટનાની
જાણ કરાતા પોલીસના ધાડા સ્થળ પર ઉતારી દેવાયા હતા અને દેખાવ કરી રહેલા ટોળાના કેટલાક બે શખ્સોને ઉઠાવી લઈ માલવિયાનગર પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા દેખાવકારીને પોલીસ સ્ટેશને લઈ ગયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં તેમના ટેકેદારો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચતા મામલો વધુ તંગ થઈ ગયો હતો. ડીસીપી ડો. સધીર દેસાઈ પણ પોલીસ મથકે પહોંચ્યા હતા. ડીસીપી દેસાઈએ આ મામલે જણાવ્યું હતું કે, કેટલાક લોકો રાજનગર ચોકમાં મનુસ્મૃતિના વિરોધમાં સુત્રોચ્ચાર કરી રહ્યા હતા અને કોઇ રાહદારીએ જાણ કરતાં પોલીસ જાણ કરનાર અને સૂત્રોચ્ચાર કરનારને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. દેખાવકારોએ હિન્દુ કેવી દેવતાઓના ફોટા સળગાવ્યા નથી અને બંને પક્ષો સમાધાન થઈ જતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓ દ્વારા આવું કરવામાં આવશે કે મામલો થાળે પાડી દેવાશે ને આગામી કલાકોમાં સ્પષ્ટ થઈ જશે.