શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કરાયું સન્માન
જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા માતૃભાષા અભિવાદન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ચેકડેમ યોજનાથી જળક્રાંતિ, ગીર ગાય ક્રાંતિ, ગાય આધારિત કૃષિ અને ભારતીય સંસ્કૃતિ થતા રાષ્ટ્રનું ગૌરવ ગોવેદ ગ્રંથ રાષ્ટ્રને દાન કરનાર મનસુખભાઇ સુવાગીયાએ રાજય સરકારના ધોરણ ૧ થી ૮ માં માતૃભાષા ગુજરાતીને ફરજીયાત ભણાવવાનો નિર્ણય કરતા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાના સન્માનનો સંકલ્પ કર્યો હતો.
જળક્રાંતિ ટ્રસ્ટ અને સર્વોદય સ્કૂલના ઉપક્રમે સર્વોદય સ્કૂલમાં માતૃભાષા અભિવાદના સમારોહનું આયોજન કરવામાં આવ્યું. માતૃભાષાનું મૂલ્ય સમજાવતા મનસુખભાઇ સુવાગીયા અને પૂર્વ શિક્ષણ નિયામક બાબુભાઇ ઢોલરિયાએ જણાવેલ કે માતૃસંસ્કાર, વિચારશકિત, નવસર્જનશકિત, હૃદયની સંવેદના અને ઇશ્વર આરાધનાની ભાષા માતૃભાષા છે. ત્યારે ભારતમાં માતૃભાષાની વિસ્મૃતિએ માનવસમાજ અને રાષ્ટ્રના પતનની દિશા છે. આવા સમયે ગુજરાત સરકારે માતૃભાષાને ફરજીયાત કરીને માનવીની સર્જનશકિત, સંવેદના, સંસ્કારવારસો બચાવવાનું પ્રસંશનિય કાર્ય કરેલ છે.
જેના ભાગરૂપે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાનું ગાયનું ઘી, આદિવાસી ગામ ભેખડિયાના લાલચોખા અને ઘેડના કાળા મગની ખીચડી અને સન્માનપત્ર સાથે અભિવાદન કરવામાં આવ્યું. પ્રતિભાવમાં ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ જણાવેલ કે ૧૯૬૪ ના શિક્ષણપંચે માતૃભાષાને ફરજીયાત કરવાની ભલામણ કરેલ. આજે ૨૦૧૮ માં હું નિમિત બન્યો એ મારું સદ્દભાગ્ય છે અને રાજયમાં આ મારું પ્રથમ સન્માના છે. સરકાર માતૃભાષાને સક્રિયપણે અમલી બનાવશે.
મનસુખભાઇ સુવાગીયાએ કાનુની શિક્ષણક્ષેત્રને વ્યસનમુકત કરવા ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને રાજય સરકારને અપિલ કરી હતી. અધ્યક્ષ સનેથી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે આ સન્માન સમારંભને બિરદાવ્યો હતો. આ સમારંભમાં નરેન્દ્ર ઝિંબા, સૌરાષ્ટ્ર પ્રાત અધ્યક્ષ વિ.એચ.પી. ગુજરાતના પ્રાંતમંત્રી હરીભાઇ ડોડિયા, આર.એસ.એસ.ના અગ્રણીઓ અને રાજકોટની શિક્ષણ સંસઓના હોદ્દેદારો અને સભ્યઓ તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના હોદ્દેદારો અને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી, સાંસ્કૃતિક શિક્ષણ સમાજના પ્રમુખ, ઉદ્યોગપતિઓ, સરકારી શાળાના આચાર્યો સ્વનિર્ભર શાળાના સંચાલકો તેમજ અન્ય જુદી-જુદી સંસઓના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથો-સાથ ગુજરાત સરકાર અને રાજકોટ મહાનગરપાલીકાના આરોગ્ય વિભાગ દ્વારા ભારત સરકારના ઓરી અને રૂબેલા અભિયાનમાં સર્વોદય સ્કૂલના બાળકોને ઓરી અને રૂબેલાની રસી અપાવવાના કાર્યક્રમ ભુપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.