સરકાર દરેક ક્ષેત્રના વિકાસ માટે નવીનતમ યોજનાઓને અમલી બનાવી રહી છે ત્યારે ઉત્પાદન ફ્રોત સહન સ્કીમ અંતર્ગત ભારતમાં ત્રણ લાખ નવી રોજગારી પુરી પાડવામાં આવી છે એટલું જ નહીં 14 ક્ષેત્રોમાં 45,000 કરોડ રૂપિયાનું રોકાણ પણ આવ્યું છે એટલે કહી શકાય કે ઉત્પાદન પ્રોત્સાહન સ્કીમ અંતે રંગ લાવી. સરકારે આ યોજનાની જ્યારથી અમલવારી શરૂ કરી છે ત્યારબાદ આ યોજનાના ઘણા લાભો ઉદ્યોગોને મળવાના શરૂ થઈ ગયા છે અને ઇનસેટિવ ના ભાગરૂપે 800 કરોડ રૂપિયા ચૂકવાઇ પણ ગયા છે ત્યારે આગામી દિવસોમાં એટલે કે માર્ચ મહિના પહેલા 3,000 થી 4,000 કરોડ રૂપિય નું ઇનસેન્ટિવ હજુ ચૂકવવામાં આવે તો નવાઈ નહીં.
ઓટોમોબાઇલ, ફાર્મા, ટેકસટાઇલ સહિતના 14 ક્ષેત્રોને પીએલાઈનો લાભ મળ્યો !!!
સરકાર સ્થાનિક ઉત્પાદનને વધુ તીવ્ર બનાવવાની સાથોસાથ પીએલઆઇ સ્કીમની અમલવારી તે પ્રવેગથી શરૂ કરી દીધી છે અને પરિણામે 14 ક્ષેત્રમાં બે લાખ કરોડ રૂપિયાની આવક પણ જોવા મળી છે એટલું જ નહીં 45000 કરોડ રૂપિયાનું નવું રોકાણ પણ આ ક્ષેત્રે આવ્યું છે જે સરકારની સફળતા માની શકાય. જો 14 ક્ષેત્રોની વાત કરવામાં આવે તો ઓટોમોબાઇલની સાથોસાથ વાઈટ ગુડસ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, ખાદ્ય ચીજ વસ્તુઓ , સોલાર પીવી મોડ્યુલ, કેમેસ્ટ્રી સેલ અને સ્પેશિયાલિટી સ્ટીલ સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં આ સ્કીમ હેઠળ જે હજુ બીજા ક્ષેત્રો સમાવેશ થયા નથી તે ક્ષેત્રને પણ આ યોજનાનો પૂરતો લાભ મળી રહે તે માટે સરકાર વધુ તીવ્ર વેગથી પીએલઆઈ સ્કીમની અમલવારી શરૂ કરી દીધી છે.
નાણામંત્રી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં સરકારનો ટાર્ગેટ એડ છે કે જે ક્ષેત્રે હજુ વિકાસ થવાનો બાકી છે તે ક્ષેત્ર માટે પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમ એટલે કે ઉત્પાદન પ્રોત્સાહન સ્કીમને વધુ વેગવંતી બનાવવામાં આવે. સરકારે જે લક્ષ્યાંક નિર્ધારીત કર્યો છે તેમાં પ્રથમ વર્ષનો ટાર્ગેટ ખૂબ સુચારું રૂપથી આગળ વધ્યો છે જ્યારે આ વર્ષનો ટાર્ગેટ 1.62 લાખ કરોડ રૂપિયાનો છે તેને સરળતાથી પહોંચી વળવા માટે સરકાર મહત્વપૂર્ણ ભાગ ભજવશે. નીતિ આયોગે પણ રાજ્ય સરકારને આ અંગે વધુ જાગૃત થવા જણાવ્યું છે અને કહ્યું છે કે આ યોજનાની અમલવારી વધુને વધુ વિકસિત બને તે અત્યંત જરૂરી છે.