સંવત્સરીની હર્ષોલ્લાસભરી ઉજવણી બાદ આવતીકાલે જિનાલયોમાં તપસ્વીઓની અનુમોદના અર્થે જૈન સમુદાય ઉમટશે: શોભાયાત્રામાં સહભાગી બનવા જૈન સંઘનો શ્રાવકો-શ્રાવિકાઓને અનુરોધ
જૈન સમાજનાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં જપ, તપ, ધ્યાન અને આરાધનાનાં સંગમ બાદ જિનાલયોમાં તપસ્વીઓના સમૂહ પારણા, શોભાયાત્રા તથા નવકારશીનાં ધર્મોલ્લાસભર્યા આયોજનો કરવામાં આવ્યા છે. ઉપાશ્રયોમાં તપસ્વીઓની અનુમોદના કરવા હજારો ભાવિકો શોભાયાત્રામાં જોડાશે. પર્યુષણ મહાપર્વના આધ્યાત્મિક સપ્તાહ દરમિયાન જૈન સમાજના નાના બાળકોથી માંડીને વૃદ્ધોએ સતત આઠ દિવસ ઉપવાસ કરી પ્રભુનું પૂજન-અર્ચન કર્યું હતું. તમામ તપસ્વીઓને આવતીકાલે સમુહ પારણા કરાવવામાં આવશે. જૈનો તપસ્વીઓની અનુમોદના કરવા ઉપસ્થિત રહેશે.
રાજગિરિ જૈન ઉપાશ્રય
રાજગિરિ જૈન ઉપાશ્રય ખાતે આચાર્ય ભગવંત પૂ.ડુંગર-જય-માણેક-પ્રાણ-રતિગિરિ ગુરુદેવોની અવિરત કૃપા વરસી રહી છે. પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ભવ્ય ઉજવણી પૂ.સરલ હૃદય સાધનાબાઈ મધુરકંઠી પૂ.સંગીતાબાઈ મ.ની પાવન નિશ્રામાં તપસ્વીઓ થઈ હતી. તમામ તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા તા.૨૭ને રવિવારે સવારે ૮:૧૫ કલાકથી રાજગિરિ જૈન ઉપાશ્રય રાજગિરિ એપાર્ટમેન્ટ શકિતનગર, માર્ગ નં.૩, શ્રીરામ પાર્ક મેઈન રોડ, સુમતીનાથ દેરાસર દર્શન કરી કાલાવડ રોડ મેઈન રોડ, પરિમલ સ્કૂલ મેઈન રોડ, બાવન જીનાલય શોભાયાત્રા પૂર્ણ થયા બાદ નવકાશી તથા તપસ્વીઓના સમૂહ પારણા રાખવામાં આવેલ છે.સમુહ પારણાના લાભાર્થી રજનીકાંતભાઈ ચંદુલાલ દલાલ હસ્તે મૃદૃલાબહેન રજનીભાઈ દલાલ, શોભાયાત્રાના લાભાર્થી જયેશ રસિકભાઈ સંઘાણી તેમજ નવકાશીના લાભાર્થી સ્વ.મણીકુવરબહેન ત્રંબકલાલ મહેતા, હસ્તે મંજુલાબહેન હસમુખભાઈ મહેતા (લંડનવાળા હાલ રાજકોટ) ઉઠાવી ર્હ્યા છે. રાજગિરિ ઉપાશ્રયના સુનીલભાઈ કોઠારી, ચંદ્રકાંતભાઈ પટેલ, દિલીપભાઈ મહેતા, દિનેશભાઈ મહેતા, ગિરિશભાઈ ઠોસાણી, ચંદ્રિકાબહેન દિલીપભાઈ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.
મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન સંઘ
ગુરુદેવ પૂ.રતિલાલજી મ.સા.એવમ્ પૂ.મુકત લીલમ સન્મતિ ગુરુણીના સુશિષ્યા સમતાધારી સરલ સ્વભાવી પૂ.મિનળબાઈ મ.સેવાધારી પૂ.શ્રેયાંસીબાઈ મ.ની પ્રભાવશાળી નિશ્રામાં મનહર પ્લોટ સ્થાનક જૈન સંઘ શેઠ પૌષધશાળાના પાવન પ્રાંગણે પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં વીર પ્રભુ મહાવીર જન્મ કલ્યાણકના દિવ્ય અવસરે ૧૪ સ્વપ્ન દર્શન તથા નૃત્ય નાટિકાનો કાર્યક્રમ યોજાયો હતો.બગસરા નિવાસી હાલ રાજકોટ સ્થિત સ્વ.નૌતમલાલ મકનજીભાઈ દોશી પરિવારના શોભનાબેન તથા સુશ્રાવક મહેન્દ્રભાઈ નૌતમલાલ દોશી એમ બંને તપસ્વીઓ સજોડે અઠાઈ તપની આરાધના કરી રહ્યા છે. મનહર પ્લોટ સંઘમાં અઠમ-છકાઈ-અઠાઈ નવાઈ તથા આયંબિલનો સિઘ્ધી તપ ૪૯ એકાસણાના તપસ્વીઓ માટે સમુહ પારણાનો લાભ લીધેલ છે. આ બન્ને તપસ્વી દંપતિના પારણા રવિવાર તા.૨૭ના મોરીશ બેંકવેટ હોલ ખાતે યોજાઈ રહ્યા છે. સંઘ પ્રમુખ ડોલરભાઈ કોઠારી તથા તેની સેવાભાવી ટીમના બકુલભાઈ મહેતા, મનુભાઈ મહેતા, રજનીભાઈ મહેતા, ભુપતભાઈ શાહ, જીતેન્દ્રભાઈ અજમેરા, વિનુભાઈ ગોસલીયા, ભાવેશભાઈ દોશી, મહિલા પાંખના ચંદ્રીકાબેન અને પ્રિતીબેન દફતરી તથા મુવા પાંખના રાજેન્દ્ર વોરા સમીર શાહ, સચીન સંઘવી, તુષાર અદાણી, જયદત સંઘાણી, જયેશ માટલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
વિરાણી પૌષધ શાળા
સ્થાનકવાસી જૈન મોટા સંઘ વિરાણી પૌષધશાળામાં પ્રવચન પ્રભાવક પૂ.ભાનુબાઈ મ.સ.ના મંગલમય સાંનિધ્યે પર્યુષણ પર્વની આરાધના આનંદ મંગલ પૂર્વક થઈ રહી છે. સંવત્સરી મહાપર્વના દિવસે પૂ.મહાસતીજી ‘ક્ષમાદાન બનાવે ભગવાન’ વિષય ઉપર પ્રવચન ફરમાવશે. પ્રવચન બાદ ૧૦:૩૦ કલાકે આલોચના રાખેલ છે. તા.૨૭ને રવિવારે અઠમથી માસક્ષમણ સુધીની તપશ્ર્ચર્યા કરનાર તપસ્વીઓના પારણાનો લાભ માતુશ્રી રશ્મિબેન રમણિકભાઈ જસાણીના પુત્ર હિતેનભાઈ જસાણી પરિવારે લીધો છે. તપસ્વીઓનું બહુમાન પૂ.સૂર્ય વિજય ગુરુણીના સંસારીબેન જેકુંવરબેન ધીરજલાલ મહેતા તથા માતુશ્રી ઈન્દીરાબેન કામદાર હસ્તે રાજેશભાઈ, નીતીનભાઈ કામદાર પરિવાર તરફથી કરવામાં આવશે. રવિવારે સવારે ૯:૦૦ કલાકે સમુહ ક્ષમાપના તથા તપસ્વીઓના પારણા સવારે ૯:૩૦ કલાકે રાખેલ છે.
તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘ
તાડદેવ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ડુંગર અજરામર દરબારમાં પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં જૈનશાળાના ૩૫ બાળકોએ વિવિધ કાર્યક્રમ દ્વારા સહુને પ્રભાવિત કર્યા હતા. છેલ્લા ૧૫ વર્ષથી સળંગ એકાસન કરનાર અને પ્રથમવાર મુંબઈ પધારેલા પૂ.વિમલાજી મ.સ.એ અઠ્ઠાઈ કરેલ છે. જયારે પૂ.પદ્માજી મ.સ.ના વર્ધમાન તપની ૭૯મી આયંબિલ ઓળીના પારણા તા.૩/૯ને રવિવારે સવારે ૧૦ કલાકે યોજાયેલ છે. સંઘમાં ૩૬ અઠ્ઠાઈ સહિત ૭૧ તપસ્યાના પારણાનો લાભ ગૌતમલબ્ધિતપ કરનાર ભદ્રાબેન સુરેશચંદ્ર શાહ (જુહુ) પરિવારે અમે જીકારાનો લાભ મહેન્દ્રભાઈ તારાચંદ મહેતાએ લીધો હતો. પુસ્તક શ્રેણીની અર્પણવિધિ અનિલભાઈ અને ભુપતભાઈ વિરાણી, શોભનાબેન વિરાણી, અમીશાબેન વોરા, પ્રાણભાઈ વેકરીવાળાના હસ્તે કરવામાં આવી હતી.
ઈન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંઘ
ઈન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે મહેતા ઉપાશ્રયે શાસન રત્ના પૂ.નર્મદાબાઈ મ.સ. પૂ.વનિતાબાઈ મ.સ.ની નિશ્રામાં તપસ્વીઓનું સંઘવતી મુકુરથી અભિવાદન કરાયું હતું. આવતીકાલે સવારે ૮ વાગ્યે સમૂહ પારણા રાખેલ છે.
વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-પાવનધામ
વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-પાવનધામના આંગણે પર્યુષણ મહાપર્વના અંતિમ દિવસે હજારો ભાવિકોએ રડતી આંખે પાપોની આલોચના કરીને શ્રાવક દીક્ષા અંગિકાર કરતા પ્રભુ ધર્મની ગરિમાના અભૂતપૂર્વ દશ્યો સર્જાયા હતા. આઠમા દિવસના સંઘપતિ દર્શનાબેન કિરીટભાઈ અજમેરા પરિવાર જતિનભાઈ પ્રમોદભાઈ તેજાણી તેમજ નેહાબેન જતિનભાઈ તેજાણીનું પાઘડી અને શાલ પહેરાવીને સન્માન કરાયું હતું. પૂજયશ્રીએ હૃદયસ્પર્શી વાણીમાં કહ્યું હતું કે, ઈન્ડિયાની સરકાર સામે આજસુધી આર્થિક લેવડ-દેવડના એકાઉન્ટસ તો આપણે અનેકોવાર કલોઝ કર્યા છે પરંતુ આજે સર્વજ્ઞની સરકાર પાસે આત્મના દરેકે દરેક પાપ-દોષોના એકાઉન્ટસને ઓપન કરીને એને કલોઝ કરવાના છે. આ અવસરે મંગલ કુંભની ઉછામણીનો લાભ ધર્મેશભાઈ શાહ તેમજ પ્રદીપભાઈ મહેતા, પ્રફુલભાઈ કામદાર પરિવારે લીધો હતો. રાષ્ટ્રસંત પૂજયશ્રીની નિશ્રામાં ૫૧ ઉપવાસ, ૩૩ ઉપવાસ, ધર્મચક્ર તપ, ૧૧ ઉપવાસ, નવ ઉપવાસ, ૧૩૨ અઠ્ઠાઈ તપ મળીને ૨૫૫ થી પણ વધારે તપસ્વી ભાવિકોએ કરેલ ઉગ્ર તપશ્ર્ચર્યાના સામુહિક પારણાનું આયોજન દિલીપભાઈ દેસાઈ અને પા‚લબેન શાહ તરફથી આવતીકાલ તા.૨૭ને રવિવારના દિવસે પાવનધામના આંગણે કરવામાં આવ્યું છે.