શોભાયાત્રામાં નાગબાઈ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફુટ ઉંચી વિરાટ પ્રતિમા અને‚ આકર્ષણ જમાવશે
ધો.૧ થી ૧૨નાં ૬૫૧ છાત્રોનું કરાશે અદકે‚ સન્માન
ચારણીયા સમાજને સેંકડો વર્ષો પહેલા આત્મગૌરવ અપાવનાર પૂ.જગદંબા આઈશ્રી નાગબાઈ ર્માંના પ્રાગટય મહોત્સવ નિમિતે રાજકોટમાં આગામી તા.૧૪મીએ અષાઢી બીજનાં પાવન દિવસે દિવ્ય શોભાયાત્રા, વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. જે અંગે વિસ્તૃત વિગત આપવા પ્રવિણભાઈ ગોગીયા, લલીતભાઈ ચૌહાણ, કેતનભાઈ આઠુ, યાજ્ઞકભાઈ ગોગીયા, નરેશભાઈ ગોગીયા, પ્રદિપભાઈ ગુગડીયા, દિનેશભાઈ ચારણીયા, સુરેશભાઈ અને રવિભાઈ બઢીયાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
રાજકોટમાં ચારણીયા સમાજ આયોજીત ભવ્ય શોભાયાત્રાનો ૧૪મીએ સવારે ૧૦ વાગ્યે કિસાનપરા ચોકથી પ્રારંભ થશે. ભવ્ય શોભાયાત્રામાં પૂ.જગદંબા આઈશ્રી નાગબાઈ માતાજીની ફણીધર નાગ સાથેની ૧૪ ફુટ ઉંચી વિરાટ અને દિવ્ય પ્રતિમા અને‚ આકર્ષણ જમાવશે.
શોભાયાત્રામાં સૌથી આગળ ૧૧ બુલેટ બાઈક ઉપર વિરાટ ધર્મઘ્વજ સાથે ચારણીયા પહેરવેશમાં યુવાનો રહેશે. તેમની પાછળ સુશોભિત ભવ્ય રથમાં પૂ.નાગબાઈ માતાજીની ૧૪ ફુટ ઉંચી દિવ્ય પ્રતિમા બિરાજમાન રહેશે. આ રથયાત્રામાં શાનદાર ડી.જે.ના સુર-તાલે આદ્યશકિત જગદંબાનીગરબાવલીની સંગાથે ચારણીય સમાજની વિખ્યાત રાસ મંડળીઓ જબ‚ આકર્ષણ જમાવશે. આ સાથે રથયાત્રા ફરતે ૫૧ યુવાનો ભગવી ઘ્વજા સાથે તૈનાત રહીને વ્યવસ્થા સંભાળશે. આ શોભાયાત્રામાં પરંપરાગત પહેરવેશ સાથે વડીલો તો ઠીક યુવાનો, બાળકો, યુવતીઓ, મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાશે.
પુજન-અર્ચન બાદ ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામીને જિલ્લા પંચાયત ચોકથી ડો.યાજ્ઞિક રોડ થઈ માલવીયા ચોકથી ત્રિકોણબાગ થઈને જવાહર રોડ પર જયુબેલી ચોકથી આગળ આર.ડી.સી. બેન્ક રોડ થઈ ચૌધરી હાઈસ્કૂલ ચોકથી બહુમાળી ભવન થઈ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨ વાગ્યે સમાપન થશે.
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય શોભાયાત્રાનું વિસર્જન થયા બાદ બપોરે ૧૨ વાગ્યાથી ચારણીય સમાજનો તૃતીય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે. જેમાં ધો.૧ થી ૧૨ સુધીનાં ૬૫૧ થી પણ વધુ વિદ્યાર્થીઓને આકર્ષક શિલ્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવશે.
ચારણીયા સમાજના આરાઘ્ય પૂ.શ્રીનાગબાઈ માતાજીનાં જન્મોત્સવની ઉજવણી માટેની તૈયારી કરવા યોજેલી ખાસ મહિલા બેઠકમાં સહભાગી થનાર મહિલાઓએ નિર્ધાર કર્યો હતો કે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી મૌખિક અને લેખિત આમંત્રણ મોકલીને નાનકડા નેશડાથી લઈને મોટા મહાનગર સુધીનાં વિસ્તારોની મહિલાઓ સહપરીવાર મોટી સંખ્યામાં પૂ.શ્રીનાગબાઈ માતાજીનાં જન્મોત્સવમાં જોડાઈ એવા પ્રયાસો કરવામાં આવ્યા છે.