જય વેલના, જય માંધાતા સમિતિ દ્વારા આયોજન: ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો
જય વેલના જય માંધાતા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં તા.૧૪ શનિવારે અષાઢી બીજના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સંતશ્રી વેલનાબાપુ તા માંધાતા રાજા બન્નેની સો એકતા રયાત્રાનું આયોજન ગુજરાત રાજયમાં પ્રમવાર ઈ રહ્યું છે. રાજકોટ શહેરમાં ચુંવાળીયા, તળપદા, ઘેળીયા આ ત્રણેય સમાજ સાથે મળીને રાજકોટમાં પ્રમવાર સમસ્ત કોળી સમાજની શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે.
રયાત્રા મુખ્ય હેતુ વ્યસન મુક્ત સંદેશ અને સામાજીક, રાજકીય શૈક્ષણિક જાગૃતિ અભિયાન માટે છે. બેટી બચાવો, પર્યાવરણ બચાવો આ સંદેશ માટે છે. આ પ્રસંગે હાજરી આપવાના છે. વાહન નોંધણી માટે મુખ્ય આયોજક દેવાંગભાઈ કુકાવા મો.૯૦૩૩૫૧૮૯૦૯, ભાવેશભાઈ વાલાણી મો.૯૭૩૭૬૦૨૩૨૪, હિતેષભાઈ ધોળકીયા મો.૯૯૨૫૫૮૬૧૦૨, કલ્પેશભાઈ બાવરીયા મો.૭૯૮૪૫૯૪૪૨૪ પર સંપર્ક કરવા જણાવાયું છે.
શોભાયાત્રા સવારે ૧૦.૦૦ કલાકે વેલનાપરા ચોકડીથી મોરબી રોડ, જૂના જકાતનાકા, જૂનો મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ, ક્રાંતિ માનવ સેવા રોડ, ૮૦ ફૂટ રોડ, ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, ડીલક્ષ ચોક, ભાવનગર રોડ, બેડીપરા, પાંજરાપોળ, રાજમોતી મીલ, ચુનારાવાડ ચોક, ડાભી હોટલ, રામનાપરા પોલીસ ચોકી, જિલ્લા ગાર્ડન ચોક, બાપુ નગર મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, નિલકંઠ સીનેમા વાળો કોઠારીયા રોડ, કેદારના ગેઈટની બાજુમાં ગોવિંદનગર મેઈન રોડ સમાપન થશે.