પેપરલેસ કાર્ય પઘ્ધતિથી આગળ વધવા માટેનું રાજય સરકારનું સરાહનીય પગલુ
રાજયમાં બાંધકામ પરવાનગીમાં પારદર્શકતા ઝડપ અને સરળીકરણ લાવવાના હેતુથી રાજયની તમામ મહાનગરપાલિકાઓ, સત્તા મંડળો તેમજ અલગ અલગ નગરપાલિકાઓમાં એક સરખી નીતિગત પઘ્ધતિ અપનાવવા માટે સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનીયમો એટલે કે કોમ્પ્રિકોન્સવ જીડીસીઆર જેવા વિનિયમો પ્રણાલિક વ્યવસ્થાના બદલે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા થાય અરજદાર ઓનલાઇન અરજી કરી શકે તથા જરુરી નાણાની ચુકવણી પણ ઓનલાઇન કરી શકે તે માટે રાજયનાં નિદિષ્ટ ઉકત વિસ્તારોમાં ૧લી મે થી પ્રવર્તમાન વ્યવસ્થામાં બદલાવ લાવી ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન સિસ્ટમ (ઓડીપીએસ) લાગુ કરવામાં આવે છે. જેની વધુ જાણકારી આપતા રૂડા ટાઉન પ્લાનીંગ અધિકારી કિરણ સુમરા જણાવે છે કે સિંગલ વિન્ડો ફેસીલીટી ક્રિએટ કરી સરકાર દરેક સત્તામંડળ પાસે લેવામાં આવતો પરમિશનની પ્રક્રિયાને ઓનલાઇન કરવાનો નિર્ણય લીધો છે. જેથી લોકોને વધુ સુવિધા મળી શકે તથા ૪૮ કલાકમાં ઝડપથી પ્રોસેસ થાય તે માટે પ્રયત્નો સરકાર હાથ ધરી રહી છે.
યુડીપીએસમાં દરેક ઓનર, બિલ્ડગ, એન્જીનીયર હશે તેમણે એપ્લાય કરવાનું રહેશે ત્યારબાદ તેમની ડીટેઇલ પ્લાનીગ ડેટેઇલ્સ ભરી તેમણા દસ્તાવેજ, રેવન્યુ ડીટેઇલ, માપણી શીટ જે અપલોડ કરવાના રહેશે. સાથે સાથે ઇન્ટરનલ પ્લાનીંગ પણ ડેટા જનરેટ કરવાનો રહેશે. ઓ.ડી.પી.એસ. ની વધુ જાણકારી આપતા આર.એમ.સી. ના ટીપી ઓફીસર સાગઠીયા જણાવે છે કે ગુજરાતની તમામ કોર્પોરેશનમાં જે પ્લાન મેન્યુઅલી થતા હતા એ રાજય સરકાર ખુબ જ મહત્વનો તથા આવકારદાયક પગલુ ભરતા કોઇપણ પ્લાન ઇન્વોલ્વ કરવા માટે એન્જીનીયર તથા આર્કિકેટ એ મહાનગર પાલિકામાં આવવાની જરુર નથી. તે પોતાની ઓફીસમાં બેઠા બેઠા પ્લાન ને ઓનલાઇન સોફટવેર દ્વારા ઇન્વોલ્વ કરી શકશે. તેમજ દરેક પ્લાનનું સ્ટેટસ જાણી શકશે. તથા આગળ થનાર પ્રોસેસ પણ જાણી શકશે. તથા પેપરલેસ કાર્યપઘ્ધતિ તરફ આગળ વધવાનો આ ખુબ મોટું પગલું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com