એપ્રિલના અંતે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાવવાનો તખ્તો, તે પહેલાં કેન્દ્રીય સચિવ પણ એરપોર્ટની મુલાકાત લેશે
હીરાસર એરપોર્ટ માટે ડીજીસીએની મંજૂરી સહિતની પ્રકિયા માર્ચમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ એપ્રિલના અંતે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાવવાનો તખ્તો તૈયાર કરવામા આવ્યો છે. તે પહેલાં કેન્દ્રીય સચિવ પણ એરપોર્ટની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હીરાસર ગ્રીનફીલ્ડ એરપોર્ટ રાજકોટના આંગણે નિર્માણ પામી રહ્યો છે. તે અંતર્ગત હીરાસર એરપોર્ટ ખાતે ગત શનિવાર અને રવિવારે ફ્લાઇટ કેલિબ્રેશન ટેસ્ટીંગની કામગીરી અન્વયે રનવે-નું અને લેન્ડિંગ ઈન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
હિરાસર એરપોર્ટ ખાતે હાલમાં ટર્મીનલ-1-2 લોન્જ, ફાયર સ્ટેશન, મોબાઇલ ટાવર, કોમ્યુનિકેશન અને એમ.ટી. બિલ્ડીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. 3 કિ.મી.નો રન-વે તૈયાર થઇ જતા ઈન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સીસ્ટમ અને નેવિગેશન ક્ધટ્રોલ સીસ્ટમ અને એ.ટી.સી ટાવરની મદદથી કેલિબ્રેશન ફલાઇટ ટેસ્ટીંગ કરાયું હતું.
હવે તંત્ર દ્વારા હીરાસર એરપોર્ટ માટે ડીજીસીએની મંજૂરી સહિતની પ્રકિયા શરૂ કરી દેવામાં આવી છે. જે માર્ચમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ એપ્રિલના અંતે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જો કે તે પહેલાં કેન્દ્રીય સચિવ પણ એરપોર્ટની મુલાકાત લેશે.તેઓ મુલાકાત દરમિયાન કામગીરીનું નિરીક્ષણ પણ કરશે.