સંસદના બજેટ સત્ર શરૂ થયાંને ત્રણ દિવસ થઈ ગયાં છે પરંતુ કોઈપણ પ્રકારનું કામકાજ થયું નથી. બુધવારે પણ રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ મૂર્તિ તોડવા અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપવાને લઈને વેલમાં ધસી જઈ પ્રદર્શન કર્યું હતું. રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ તમામને પતોાની જગ્યાએ બેસવાનું કહ્યું હતું, પરંતુ વાત ન માનતાં નાયડૂએ રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી છે. અહીં જાણ કરવાની કે ત્રિપુરામાં ભાજપને બહુમતી મળ્યાં બાદ લેનિનની બે મૂર્તિઓને તોડવામાં આવી છે. તો તામિલનાડુમાં સમાજસુધારક રામાસામી પેરિયાર જ્યારે કોલકત્તામાં શ્યામાપ્રસાદ મુખરજીની મૂર્તિ તોડવામાં આવી છે.
સંસદમાં સતત થઈ રહ્યો છે હંગામો
5 માર્ચથી બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થયો છે. નીરવ મોદી, મેહુલ ચોકસીના કૌભાંડ, આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે.
મંગળવારે સતત બીજા દિવસે પણ કોઈ કામકાજ થયું ન હતું. PNB કૌભાંડ પર કોંગ્રેસ સહિતના વિપક્ષોએ હોબાળો કરતાં બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. સંસદમાં જોવા મળતાં આ ગતિરોધ માટે સત્તા પક્ષ અને વિપક્ષ બંને એક બીજાને જવાબદાર ગણાવી રહ્યાં છે.