વિજ્ઞાને માનવની આયુષ્યની અવધિ વધારી છે તે ખરેખર આશીર્વાદ છે કે અભિશાણ, એવો પ્રશ્ર્ન ઘણીવાર ચર્ચાતો હોય છે. કારણ કે વ્યક્તિ ૬૦ વર્ષની વય પછી નિવૃત થયા છે પણ તે શારીરિક દ્રષ્ટિએ કમજોર બને છે અને પરિણામે કંઇ જ કાર્ય કરી શકતી નથી. આમ છતાં તેનું પેટ ભરવાનું જરૂ રી હોય છે. તો ‘લાંબુ જીવન એટલે વધારે મોઢાઓને ખોરાક પૂરો પાડવો’ એવુ એક સમીકરણ બંધાતું હોય છે. પરિણાનમે વૃધ્ધોની સંખ્યામાં વધારે એટલે આર્થિક, શારીરિક અને ભાવનાત્મ ધસારો. જો કે માનવીનું આયુષ્ય લાંબુ થાય એ જરૂર આવકાર્ય બાબત છે. પરંતુ વૃધ્ધાવસ્થા કેમ સુખમય, સગવડભરી અને ઉત્પાદક બની રહે એ પણ એટલી જ વિધારવાની બાબત છે. વૃધ્ધોએ એમના જીવનમાં જે અનુભવો મેળવ્યા હોય છે જે તેની તેની વૃધ્ધાવસ્થામાં સંવેદનાત્મક સંતોષ આપે એ બહુ જરૂ રી હોય છે. ખાસ કરીને ભારતમાં સીનિયર સીટીઝનની વસ્તી ઝડપભેર વધી રહી છે. ત્યારે તો આ પ્રશ્ર્ન પરત્વે ખાસ ધ્યાન આપવું અત્યંત જરૂ રી છે.
હાલની સદીમાં ૬૦ વર્ષથી ઉતરની વ્યક્તિઓ પાંચ ટકા હતી. તે સદીની આખરે સાત ટકા જેટલી બની જશે. ઇ.સ.૨૦૦૦ની સાલમાં તો ૭૫ લાખ પર પહોંચી જશે. આનું એક મુખ્ય કારણ એ છે. કે સો વર્ષ અગાઉ ભારતીય માનવીની જિંદગી ૨૩ વર્ષની હતી જે આજે અંદાજે ૬૫ વર્ષની થઇ ગઇ છે. આમ છતાં આ વૃધ્ધત્વની પ્રક્યિા ચાલ્યા જ કરે છે. અને છતાંય સૌ બને તેટલો લાંબો સમય યુવાનીને ટકાવી રાખવા મથે છે. સમાજ યૌવનના ગુણો-સામર્થ્ય, સ્કૂતિ, રમણીય દેખાવ અને તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરે છે પણ વૃધ્ધાવસ્થાના ગુણો ડહાપણ, અનુભવ અને પુખ્તાવસ્થા પર ધ્યાન આપતા નથી. જો કે વૃધ્ધત્વનો માનસિક વિરોધ નવો તો નથી જ, પુરાણા કાળથી સૌ વૃધ્ધત્વને દૂર રાખવા પ્રયત્ન કરવા જ રહે છે પણ આજના વૃધ્ધોને માટે સામાજિક, આર્થિક અને દાકતરી દબાણ ખૂબ જ વધી રહ્યું છે.
આજના સમાજમાં વૃધ્ધોની સ્થિતિ ખૂબ જ બદલાઇ ગઇ છે. એક સમય એવો હતો કે વૃધ્ધો તરફ આદરમાન દાખવવામાં આવતું હતું. હમેશા તે જ કુટુંબના મોભ તરીકે ગણાતા પછી ભલે તેનો પુત્ર પણ પ્રૌઢાવસ્થાને આરે પહોંચ્યો હોય, કે વૃધ્ધ ભલે કંઇ જ કમાણી કરતા ન હોય. જયારે વૃધ્ધ પણ પોતાના ડહાપણ અને વ્યવવહારદક્ષતાનો લાભ કુટુંબને આપતા, સમગ્ર કુટુંબના જીવનનું આયોજન કરતા અને ધર્મધ્યાનમાં ધ્યાન આપતા. પરંતુ આજે દાદા અને પૌત્ર બંનેનું વલણ બદલાઇ ગયું છે. ૬૦ વર્ષની ઉપર વૃધ્ધ હવે એના પુત્ર જેટલા જ ઉમળકાથી દીકરાના કુટુંબની સાથે રજા માણવા ઉત્સુક રહે છે. એ એણે એના પિતાને માનઆદરની અપેક્ષા પોતાના દીકરા અને પૌત્રની પાસે રાખે છે. દીકરો પણ એના દાદા જે રીતે રહેતા હતા એ જ જે રીતે પોતાના િ૫તા રહે એમ ઇચ્છે છે, પણ પોતાના કુટુંબના મામલામાં તેઓ સલાહસૂચન આપેએ આજના પુત્ર-પુત્રવધુને રૂચતું નથી. જો કે અગાઉ વૃધ્ધો નિવૃત્ત થતાં જ આધાર રાખતા હતા પણ ઉતરપ્રદેશમાં સૌ પ્રથમવાર વૃધ્ધોને પેન્શન આપવાનું ૧૯૫૧માં જાહેર કરાયું અને હવે તો લગભગ દરેક રાજયમાં વૃધ્ધાવસ્થાની પેન્શન યોજન લાગુ કરવામાં આવી છે. એથી હવે વૃધ્ધોને પોતાના પુત્ર-પુત્રી પર આધાર રાખવાની જરૂ ર પડતી નથી. પરંતુ માત્ર આર્થિક નિર્ભરતા હોવા છતાં, કૌટુંબિક સ્નેહહૂંફની ઝંખનાને કારણે અને વધુ તો સમાજમાં પુત્રની આબરૂ જાળવી રાખવાની એક પિતાસુલભ લાગણીથી, વૃધ્ધો સંતાનની સાથે જ રહે છે. પરંતુ મોંઘવારીના આ જમાનામાં જયારે પતિ-પત્ની બંનેને સર્વિસ પર જવાનું હોય ત્યારે વૃધ્ધની સંભાળ રાખવાનું એને માટે અશકયવત્ બની જાય છે. તેમાંય જો વૃધ્ધને કોઇ બિમારી આવે તો તો એની કાળજી લેવાનું પુત્ર અને પત્રવધૂ બંનેને માટે કપરી જવાબદારી બની જાય છે. વળી ઇચ્છા હોવા છતાં ય જયારે તેઓ વૃધ્ધ વડીલો પ્રતિ પૂરતું ધ્યાન આપી શકતા નથી ત્યારે જૂની પેડી અને નવી પેઢી વચ્ચે તણાવનું વાતાવરણ પેદા થાય છે.
વળી, પતિ અને પત્ની બંને જયારે નોકરી કરતા હોય ત્યારે પરસ્પર હળીમળીને, એમની પોતાની જિંદગી જીવવાનો ય એમને સમય માંડ માંડ મળતો હોય છે. જયારે તેઓ પોતાના સગા સંબંધીને મળવા કે મિત્રો-મહેફિલોમાં જવા ઇચ્છતા હોય છે.
પરિણામે વૃધ્ધ વડીલો પરત્વે પૂરંતું ધ્યાન આપી શકતા નથી અને એમાંથી બંને પેડી વચ્ચે અસંતોષની આગ ભભૂકે છે. જો કે હવે, ખાસ કરીને શહેરોમાં, આવા દુ:ખી બનતા વૃધ્ધો માટે વૃધ્ધાશ્રમોનો આશરો લેવામાં આવી રહ્યો છે. ભારતમાં આવા લગભગ ૩૦૦ જેટલા વૃધ્ધાશ્રમો છે. પણ આવ વૃધ્ધો વધારે તો ‘પોતે હવે કંઇ કામના નથી, પોતે કંઇ જ કામ કરી શકતા નથી, એવી હીનતાની ભાવનાથી પીડાય છે અને એ જ ભાવના એમને અંદરથી કોરી ખાય છે. ’ પરિણામે માત્ર શારિરીક વૃધ્ધાવસ્થાની અશક્તિ કરતાંય વધુ તો આવી માનસિક હતાશાની ભાવનાથી ભાંગી પડે છે. આનો એક જ ઉપાઇ છે. અને તે માણસે કોઇક શોખ કેળવવો. જે વૃઘ્ધોની આંખો સારી હોય તેઓ વાંચન કરે, જેઓ કોઇ કલા પછી તે ચિત્રકળા હોય કે માટીમાંથી તૈયાર કરાતી શિલ્પકૃતિ હોય, એવી કલામાં મન જોડી દે અને જમેની કંઇક શારીરિક શકિત સામાર્થ્ય સાબુત હોય તેઓ કોઇ સામાજિક પ્રવૃત્તિ અપનાવે. જેમની કંઇક શારીરિક શકિત સામર્થ્ફ સાબુત હોય તેઓ કોઇ સામાજિક પ્રવૃત્તિ અપનાવે. જે કે કોઇ હોસ્પિટલમાં જઇ, બિમાર પાસે બેસી, બે ઘડી વાતો ચીતો કરે અથવા આડોશપાડોશના વ્યવસાયી માતાપિતાના સંતાનોને સમયસર સ્કૂલ માટે રિક્ષા આવે ત્યાં સુધી સાથે ઊભા રહી, રિક્ષામાં બેસાડે અથવા તો સાંજના આવવાના સમયે રિક્ષામાંથી ઉતારી, તેમને ઘેર પહોંચાડે અથવા સંતાનના માતાપિતાને બહાર જવાનું હોય ત્યારે એ સંતાનોની એટલો સમય દેખભાળ કરે. આવી પ્રવૃત્તિઓથી વૃધ્ધોનું જીવન પણ સભર બની રહેશે અને તેઓ પોતાના વાત્સલ્યપૂર્ણ સંસ્કારનો વારસો આવતી કાલના નગરિકોને આપી શકશે. આમ વૃધ્ધત્વને પણ આપણા પ્રાચીન સંસ્કૃતિ અનુસાર અપનાવીએ. વૃઘ્ધોએ પોતાની એકલતાને ભાંગવા માટે પોતાના સમયવયસ્ક વૃધ્ધોની ટોળી જમાવવી જોઇએ અને સવારે કે સાંજે બગીચાના બાંકડે ફરવા જઇ, અલપઝલપની વાતોમાં મન પરોવવું જોઇએ.
ઉપરાંત કોઇને કોઇ ‘હોબી’ કેળવવા પ્રયાસ કરવો જોઇએ. કદીયે પોતાના પુત્ર કે પુત્રવધુની ટીકા ન કરો. હંમેશા એમના ગુણગાન ગાઓ. એમની મર્યાદાઓ ધ્યાનમાં ન લેતાં, એમની સારપને જ મહત્વ આપો. જીવન પ્રત્યે નિષેધાત્મક વલણ ન દાખવો, પણ હકારાત્મક વલણ દાખવો. નવી પેઢીને તમે અણગમતા નહીં બનો અને તમને જીવન જીવવા જેવું લાગશે.