પૃથ્વીથી દુર પણ એક જીવન છે. એવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ ત્યારે ખગોળશાસ્ત્રીઓને શનિથી દુરના ગર્મ વાતાવરણમાં ૭૦૦ પ્રકાશવર્ષ દુર પાણી મળી આવ્યું છે. નાસાના કહેવા પ્રમાણે આ ગ્રહનું નામ વાસ્પ-૩૦ બી છે., જેમાં શનિ કરતાં પણ ત્રણ ગણુ વધુ પાણી છે જોકે આ પ્રકારનો કોઇ ગ્રહ આપણી સોલાર સિસ્ટમમાં નથી. પરંતુ આ ગ્રહમાંથી ગ્રહો કઇ રીતે તારાની આસપાસ ગોઠવાય છે તેના દુર્લભ તસ્વીરો થી મેળવી શકાય છે.
વાસ્પ-૩૯ બીહાલ ક્ધયા રાશીમાં આવેલો છે. સૂર્ય જેવો દેખાતો તારો દર ચાર દિવસે એક વખત થોડો આગળ વધે છે. પૃથ્વીની આસપાસના તારા કરતા તેના તારા તેનાથી ર૦ ગણા નજીક છે. જે હંમેશા પોતાના સ્ટાર્સને સરખી બાજુ જ દર્શાવે છે. નાસાના સ્પેસ ટેલીસ્કોપ મુજબ પ્રકાશના પ્રવેશથી ગ્રહનું વાતાવરણ રંગીન બની ગયું છે અને ટીમને પાણીના સ્પષ્ટ પુરાવા મળી આવ્યા છે. ખગોળશાસ્ત્રીઓને પાણી તો મળી આવ્યું પણ વૈજ્ઞાનિક હેરાન છે કે ત્યાં શનિ કરતાં પણ ત્રણ ગણું વધુ પાણી છે.
તેથી જીવનની સ્પષ્ટતા દર્શાઇ રહી છે. વાસ્પ ૩૯-બીમાં આપણી સોલાર સિસ્ટમ કરતા અલગ પ્રકારની સ્થીતીઓ છે. વાસ્પ ૩૯-બી નું દિવસનું તાપમાન ૭૭૬.૭ ડીગ્રી સેલ્સીયસ છે. એટલે કે ગ્રહમાં દિવસભરમાં શકિતશાળી ગર્મ પવનોનો વંટોળ વાતો હોય છે. તેથી રાત્રીના સમયે પણ ગર્મી જ રહેવાની સંભાવના વધી જાય છે.