રાજ્યમાં ગરમીને કારણે લોકો હવે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. ત્યારે આનંદની વાત એ છે કે, જૂનનાં પ્રથમ અઠવાડિયાથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. એટલું જ નહિ, પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 1 થી 5મી જૂન દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિશેષજ્ઞે કરી છે.
તો બીજી બાજુ અરબી સમુદ્રમાં જો સાઈક્લોન સર્જાય અને તે ઓમાન તરફ ગતિ કરે તો ગુજરાત સહિત ભારતનાં મોન્સૂન પ્રોગ્રેસમાં 7 દિવસનો બ્રેક આવી શકે છે, નહિ તો કેરળમાં 1 લી જૂનથી ચોમાસું બેસવાની શક્યતા છે. પરંતુ, દેશભરમાં જુલાઇ-ઓગસ્ટમાં ચોમાસું નબળંુ પડવાની શક્યતા નકારી શકાય નહિ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com