શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે આ નિર્ણયથી બોલીવુડના તમામ સુપરસ્ટારને મોટો ઝટકો મળ્યો છે. સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. હવે શું થશે આર્યનનું? ખાનની જામીન અરજી ફગાવી દેવાયા બાદ હવે તેના વકીલે જામીન અપાવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અપીલ દાખલ કરી છે.
સેશન્સ કોર્ટમાં જજ વી વી પાટીલે આર્યન ખાન સહિત અન્ય બે આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યનની જામીન અરજી છેલ્લા ઘણા દિવસોથી આગામી તારીખ સુધી મુલતવી રાખવામાં આવી હતી. એવી ધારણા હતી કે આર્યનને બુધવારે જામીન મળી જશે, પરંતુ કોર્ટે તેની આશા પર પાણી ફેરવ્યું છે.
સમીર વાનખેડે શું કહ્યું?
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ આ બાબતે કંઈપણ વિશેષ ટિપ્પણી આપી નથી ફક્ત ‘સત્યમેવ જયતે’ કહીને પોતાની પ્રતિક્રિયા આપી હતી.
સિનિયર વકીલ અમિત દેસાઈ આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે.સિનિયર એડવોકેટ અમિત દેસાઈ, એડવોકેટ સતીશ માનશિંદે અને શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણી કોર્ટ પહોંચ્યા હતા. તેમના સિવાય જુનિયર વકીલો પણ સ્પેશિયલ NDPS કોર્ટમાં હાજર રહ્યા હતા.
NCB ને ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાં આર્યન ખાન સાથે અપકમિંગ બોલિવૂડ અભિનેત્રીની ચેટ પણ આવી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ચેટમાં બંને ડ્રગ્સ પર ચર્ચા કરી રહ્યા હતા . નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મુંબઈની ક્રૂઝ પાર્ટી દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યનની ડ્રગ્સ પરની વાતચીત કરતી વોટ્સએપ ચેટ પણ જમા કરાવી.