સુરેન્દ્રનગર ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો આજે લોકસભાના સાંસદ દેવજીભાઇ ફતેપરાના હસ્તે રીબન કાપી ખુલ્લુ મુકાયું હતું.
આ પ્રસંગે સાંસદ દેવજીભાઇ ફતેપરાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત ભારતના દરેક જીલ્લા દીઠ એક પ્રધાન મંત્રી કૌશલ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આ કૌશલ્ય કેન્દ્રમાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ર૪ યુવક-યુવતિઓને તાલીમ આપીને તેમને રોજગારી આપવાની સરકારની નેમ છે.
તેમણે વધુમાં જણાવ્યુઁ હતું કે ભારત સરકારની આ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં શરુ થયેલ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર ખાતે આધુનીક સુવિધા સાથે વિવિધ તાલીમ આપવામાં આવશે. જીલ્લાના બેરોજગાર યુવાનો યુવતિઓએ ટુંકાગાળાની તાલીમનો લાભ લઇ સ્વરોજગારી મેળવી સ્વાવલંબી બનવા ઉપસ્થિતોને અનુરોધ કર્યો હતો.
સાંસદ દેવજીભાઇ ફતેપરા તેમજ ઉ૫સ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામા આવેલ હતું. આ પ્રસંગે પી.એસ.આઇ. વી.બી. કલોતરા, એન.એસ.ડી.સી. ના સ્ટેટ કો. ઓર્ડીનેટર રાકેશકુમાર સહીત બહોળી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.પાંચ પ્રકારના કૌશલ્યોની હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com