રાજકોટમાં કાલ સાંજ સુધીમાં વેકસીનનો જથ્થો આવી જાય તેવી શકયતા, કોને પહેલા વેકસીન આપવી તેના નામો પણ કાલે ફાઇનલ કરશે
આગામી ૧૬ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના કુલ ૨૮૭ સ્થળોએ કોરોના વેક્સીન લોન્ચ કરશે જેમાં રાજકોટના કુલ ૧૦ સ્થળોએથી લાઈવ વેક્સીનેશન કરવામાં આવશે .અને પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતેના વેક્સીન બુથ પરથી પ્રધાનમંત્રી મેડીકલ સ્ટાફ અને લોકો સાથે સીધો સંવાદ કરશે.અન્ય ૯ કોરોના બુથ પરથી લાઈવ વેક્સીનેશન નિહાળશે.રાજકોટમાં કાલ સાંજ સુધીમાં વેકસીનનો જથ્થો આવી જાય તેવી શકયતા જણાઈ રહી છે.પ્રથમ દિવસે કોને પહેલા વેકસીન આપવી તેના નામો પણ કાલે ફાઇનલ કરવામાં આવશે.
સમગ્ર ગુજરાતમાં કુલ ૨૮૭ સ્થળોએથી લાઈવ વેક્સીન લોન્ચ કરવામાં આવશે રાજકોટ શહેરના જે ૧૦ સ્થળોને કોરોના વેક્સીન લોન્ચ કરવામાં આવનાર છે જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ,પદ્મકુંવરબા હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, વોકહાર્ડ હોસ્પિટલ, શ્યામનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણનગર આરોગ્ય કેન્દ્ર,રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્ક્રીન મારફત પ્રધાનમંત્રીશ વેક્સીનેશન નિહાળશે અને સિવિલ હોસ્પિટલ ખાતેથી સીધો સંવાદ કરશે.શહેરના ૧૦ વેક્સીન બુથ પર ત્રણ રૂમમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વેઇટિંગ રૂમ, દ્વિતીય વેક્સીનેશન રૂમ અને ત્રીજો ઓબ્ઝર્વેશન રૂમ, જેમાં પ્રથમ રૂમમાં આવનાર વ્યક્તિના ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવી અને વેક્સીન લેવા આવનાર વ્યક્તિએ જખજ નું પાલન કરવાનું રહેશે. દ્વિતીય રૂમમાં વેક્સીન આપવાની પ્રક્રિયા અને ખાસ બનાવેલ ભજ્ઞ-ૂશક્ષ સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે અને ત્યારબાદ ત્રીજા રૂમમાં વેક્સીન લેનારને ૩૦ મીનીટ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.