318 રૂમ વાળી ફાઇવ સ્ટાર હોટલ, સાયન્સ સિટીમાં 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, 1ર7 કરોડના ખર્ચે નિર્મીત રોમેન્ટીક ગેલેરી અને 14 કરોડના ખર્ચે બનેલા નેચર પાર્કનું પણ લોકાર્પણ કરશે

ગાંધીનગરથી વારાસણી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને લીલીઝંડી આપશે: સુરેન્દ્રનગર, પીપાવાવ રેલવે ઇલેકટ્રી ફાઇડની કામગીરીનું પણ પ્રજાર્પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આગામી શુક્રવારના રોજ બપોરે 4 કલાકે ગાંધીનગર ખાતે બનેલા અત્યાધુનિક સુવિધાઓથી સજજ રેલવે સ્ટેશન અને 318 રૂમ વાળી ફાઇવ સ્ટાર હોટલનું વચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત પીએમના હસ્તે અનેકવિધ પ્રકલ્યોનું પ્રજાર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.16મી જુલાઇ શુક્રવારે બપોરે 4 કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.

મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે. પ્રધાનમંત્રી આ સાથે સાયન્સસિટી માં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે.

સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ. 1ર7 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્કનો લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થશે.  વડાપ્રધાન ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે.

ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ પણ વડાપ્રધાન આ અવસરે કરાવશે.  પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ ર66 કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ થશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેકટ્રી ફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ કરશે.

આ બધા જ લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઇ શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે.  આ અવસરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ  સાથે ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ આ કાર્યક્રમમાં પ્રત્યક્ષપણે જોડાવાના છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી 2022માં યોજાવાની છે ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ વિકાસ કામોની વણઝાર સર્જી દેવા માંગે છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ દ્વારા અલગ અલગ વિકાસ કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. હવે આગામી શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગાંધીનગર રેલવે સ્ટેશન સહીતના અનેક વિધ પ્રકલ્યોનું વર્ચ્યુઅલ લોકર્પણ કરવામાં આવશે આવતા દિવસોમાં પી.એમ. ગુજરાતની મુલાકાતે આપી રહ્યા ના અહેવાલો પણ પ્રાપ્ત થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.