ત્રણ દિવસ સુધી ચાલનારી નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવમાં વિવિધ મુદ્દાઓ પર કરાશે ચર્ચા

રાજકોટનાં આંગણે પ્રથમવાર આવતીકાલથી 21મી સુધી નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવ યોજાશે.વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી દ્વારા   નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવનો આરંભ કરાવશે. જેમાં કેન્દ્રીય મંત્રીઓ તથા સચિવો ઉપસ્થિત રહેશે.આ એન્કલેવ કેન્દ્રના હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 19 થી 21 ઓકટોબર દરમ્યાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાશે.જેનું ઉદઘાટન પ્રધાનમંત્રી શ નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે થશે, જેમાં શહેરી બાબતો અને પેટ્રોલિયમ તેમજ કુદરતી ગેસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી  હરદીપસિંહ પુરી, આવાસ અને શહેરી બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી કૌશલ કિશોર, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ મનોજ જોશી તથા ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ દુર્ગાશંકર મિશ્રા કાલે શાસ્ત્રી મેદાન ખાતેના ઇન્ડિયન અર્બન હાઉસિંગની મુલાકાત લેશે.

દેશમાં જે રાજ્યો દ્વારા અફોર્ડેબલ હાઉસિંગ સેક્ટરમાં શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવેલ છે તેનું આ નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવમાં  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીનાં વરદ હસ્તે સન્માન કરવામાં આવશે. આ કોન્કલેવમાં વિવિધ વિષયો પર દેશના નિષ્ણાંતો, ઈજનેરો, વગેરે દ્વારા બેસ્ટ પ્રેક્ટિસ અંગે પરામર્શ અને માહિતીનું આદાનપ્રદાન થશે. સાથોસાથ દેશમાં જુદાજુદા રાજ્યો દ્વારા અપનાવાયેલી ઇનોવેટીવ ક્ધસ્ટ્રકશન ટેકનોલોજી અને બેસ્ટ પ્રેક્ટિસ અંગે એક એક્ઝીબીશન પણ યોજાશે.20મી ઓકટોબરનાં રોજ આ કોન્કલેવમાં સ્લમ રી-ડેવલપમેન્ટ અને સેવાઓ-સુવિધાઓ, સ્લમ ઈન્ટીગ્રેશન માટે મ્યુનિસિપલ નેટવર્ક, એફોર્ડેબલ અને સમાવેશક હાઉસિંગ માટેના વર્તમાન વૈશ્વિક એપ્રોચ, એનર્જી એફિશિયન્ટ અને થર્મલ કમ્ફર્ટ ક્લાઈમેટ સ્માર્ટ બિલ્ડિંગ, સસ્ટેનેબલ હાઉસિંગ, સંસ્થાગત અને નાણાંકીય ફ્રેમવર્ક અને પોલિસી, હાઉસિંગ ઇકોસિસ્ટમમાં પ્રાઈવેટ સેક્ટરની ભૂમિકા, ઇનોવેટીવ ક્ધસ્ટ્રકશન ટેકનોલોજીઝ અને તેનો પબ્લિક-પ્રાઈવેટ સેક્ટર દ્વારા ઉપયોગ, બાંધકામ સેક્ટરમાં પર્યાવરણનાં વિવિધ પરિબળો અને નવી પહેલ વગેરે અંગે ચર્ચા વિચારણા થશે.

જ્યારે  21મીનાં રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન)માંથી મળેલ અનુભવો અંગે તેમજ બાંધકામ સેક્ટરને વિવિધ બાબતો અંગે શીખવા મળેલ મુદ્દાઓ અંગે પરામર્શ કરવામાં આવનાર છે. આ નેશનલ અર્બન હાઉસિંગ કોન્કલેવમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો, ઇનોવેટર્સ, સ્ટાર્ટ-અપ, ઉદ્યોગ સાહસિકો, વૈશ્વિક સ્તરે ઇનોવેટીવ ટેકનોલોજી તેમજ મટીરીયલ્સ ઉપલબ્ધ બનાવતા  સ્વદેશી અને વિદેશી એકમો, વ્યવસાયિક આર્કિટેક્ટ્સ, ઈજનેરો, ઇનોવેટિવ કંસ્ટ્રક્શન સાધનો પુરા પડતા એકમો. વિવિધ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો, આર. એન્ડ ડી, એકેડેમિક ઇન્સ્ટિટયૂટસ અને લાભાર્થી, જાહેર અને ખાનગી કંસ્ટ્રક્શન એજન્સીઓ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન, વગેરે પણ ભાગ લેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.