લોકડાઉન વધારવા પરામર્શ, સંક્રમણની સ્થિતિ જાણવી સહિતના મુદાને ધ્યાનમાં રાખી વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ વચ્ચે વિડીયો કોન્ફરન્સ
કોરોના સંક્રમણથી દેશની ૧૩૦ કરોડની પ્રજા અને દેશનાં ૩૩ કરોડ વર્ગ કિલોમીટરનાં વિસ્તારને આબાદ બચાવવા માટે વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી ભારતનું વહિવટીતંત્ર અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૨૧ દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન પરિસ્થિતિ અને સંક્રમણ સામે લેવાય રહેલા પગલાઓના મુદ્દે આજે શનિવારે દેશભરનાં તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સીંગનાં માધ્યમથી પરામર્શ કરશે. આવતા અઠવાડિયે પુરા થનારા લોકડાઉનનાં સમયગાળાને સંક્રમણનાં પગલે સમય વધારાશે કે કેમ તે વિશે પરામર્શ કરશે. કેન્દ્ર સરકારે વિડીયો કોન્ફરન્સીંગનાં આયોજનથી દેશમાં ૧૪ એપ્રિલ પછી લોકડાઉન વધવાના નિર્દેશો આપ્યા છે. દેશનાં કેટલાક રાજયોએ ઝડપથી ફેલાતા કોરોનાના સંક્રમણને લઈને લોકડાઉન વધારવાની હિમાયત કરી છે. બુધવારે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પક્ષના નેતાઓને સંબોધીને એપ્રિલ ૧૪એ લોકડાઉન ઉપડી નહીં શકે અને સરકાર પ્રત્યેક અને દરેક નાગરિકની સલામતિને અગ્રતા આપી રહી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સરકારના સતાવાર નિવેદનમાં જણાવાયું છે કે, રાજય અને જીલ્લા પ્રશાસન અને નિષ્ણાંતોએ સંક્રમણની ઝડપી સ્થિતિને ધ્યાને લઈ લોકડાઉન વધારવાની હિમાયત કરી છે. ઓરિસ્સાએ સૌપ્રથમ ૩૦ એપ્રિલ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. હવે પછી શું ખુલ્લુ રહેશે અને શું બંધ રાખવું જોઈએ. તમારી જાતને કેવી રીતે કવોરન્ટાઈન કરી શકાય. ઘરમાં રહીને કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તે દૈનિક સમાચારપત્રોની જાણકારીથી વિગતો મેળવી શકાય. બીજી એપ્રિલથી તમામ મુખ્યમંત્રીઓ સાથે નરેન્દ્ર મોદીએ સતત સંકલન કરીને લોકડાઉનથી બહાર નિકળ્યા સુધીની રણનીતિનો પરામર્શ કર્યો છે. માસ્કની સુરક્ષા અને ઘરમાં રહી આ મહામારીથી બચી શકાય છે. ૨૪મી માર્ચ લોકડાઉન જાહેર થયું તે પહેલા ૨૦મી માર્ચે વડાપ્રધાને તમામ મુખ્યમંત્રીઓ સાથે જીવલેણ મહામારીના વાયરસના ફેલાવવાની ચર્ચા કરી હતી. આરોગ્ય મંત્રાલયને પ્રાપ્ત થયેલા આંકડા મુજબ ભારતમાં કોવિડ-૧૯ના સંક્રમણથી થયેલા મૃત્યુઆંકનો આંકડો દેશમાં ૧૯૯એ પહોંચ્યો છે. જયારે પોઝીટીવ સંક્રમિતોની સંખ્યા ૬૪૧૨ સુધી પહોંચી છે.
- કોરોનાનો ગ્રાફ ઉંચો પણ ગભરાટ નહીં, સાવચેતીની જરૂર
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. છેલ્લા ચાર-પાંચ દિવસ પહેલા દરરોજ ૫૦૦થી ૬૦૦ કેસ કોરોનાના નોંધાતા હતા. પરંતુ હવે સંક્રમણની સંખ્યા ૮૦૦ થી ૮૫૦ જેટલી દરરોજ જોવા મળે છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને તામિલનાડુ સહિતના રાજ્યોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ ૭૫૯૧ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે. આવા સંજોગોમાં કોરોના વાયરસના કેસનો ગ્રાફ ભલે ઉપર જતો હોય પરંતુ લોકોને ગભરાવવાની જરૂ ર નથી. સાવચેતી રાખવામાં આવશે તો કોરોના વાયરસથી ઝડપથી બચી શકાશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. વર્તમાન સમયે દેશમાં કુલ નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ તબલીગી જમાતના સભ્યોના છે. ગઈકાલે ૮૮૭ કેસ નોંધાયા હતા. આજથી સાત દિવસ પહેલા તા.૪ એપ્રિલના રોજ નોંધાતા કેસની સરેરાશ ૫૫૦ની હતી. ત્યારબાદ કેસની સંખ્યા તબક્કાવાર વધી છે. અલબત નિષ્ણાંતોનું કહેવું છે કે, હોટસ્પોટ જાહેર કરેલા સ્થળોએથી મોટાભાગના કેસ આવી રહ્યાં છે. જેથી આ મામલો વધુ ગંભીર નથી. કોરોનાથી બચવા સાવચેતી રાખવી વધુ જરૂ રી છે. અફરા-તફરીનો માહોલ ન સર્જાય
તે આવશ્યક છે. હાલના સમયે સરકાર દ્વારા ટેસ્ટ કરવાની સંખ્યા ઓછી છે પરિણામે પોઝિટીવ કેસ પણ ઓછા સામે આવી રહ્યાં છે. જો કે, ચેપને ફેલાતો રોકવા માટે તંત્ર દ્વારા લેવાયેલા પગલા ઘણા અંશે કારગત નિવડયા હોવાનું પણ ક્યાંકને ક્યાંક ફલીત થાય છે.
- કોરોનાથી સામુહિક સંક્રમણની સ્થિતિ સર્જાઇ નથી!!
દેશમાં અત્યારે કોરોનાની સામૂહિક સંક્રમણની સ્થિતિ સર્જાઈ નથી. ગઈકાલે ૧૬૦૦૨ નમૂના ચકાસવામાં આવ્યા હતા. તેમાં માત્ર ૨ ટકા જ પોઝીટીવ હતા એટલે દેશમાં હજુ સામુહિક સંક્રમણની સ્થિતિ આવી નથી. તીવ્ર હૃદયરોગની બિમારી ધરાવતા લોકોના ભારતીય તબીબી સંશોધન સંસ્થાએ લીધેલા નમૂના તપાસમાં સામૂહિક સંક્રમણ વધ્યું હોવા અંગેના એક પ્રશ્ર્નના જવાબમાં આરોગ્ય મંત્રાલયના સહ સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતુકે કોરોના નવા વિસ્તારોનાં કોરોના સંક્રમણના કેસ આવ્યા નથી જે વિસ્તારોમાં કોરોના સંક્રમણ છે. ત્યાં પણ પોઝિટીવની ટકાવારી ૧.૮ છે. આ સંક્રમણ વધ્યો છે. પણ બહુ ઉચો નથી ગૂરૂ વારે ૧૬૦૦૨ નમૂના લેવામા આવ્યા હતા. તેમાં માત્ર ૩૨૦ નમુના એટલે કે ૨ ટકા જ પોઝીટીવ કેસ છે જોકે આપણે સામાજીક અંતર જાળવવાનું ખૂબજ જરૂ રી છે. તેમ લવ અગ્રવાલે જણાવ્યું હતુ.
આઈસીએમઆરના અભ્યાસ અંગે તેમણે જણાવ્યું હતુકે એસએઆરઆઈના કેસોમાં ૪૦ ટકા લોકોએ કોઈ પ્રવાસ કર્યો ન હતો કે કોઈ અસરગ્રસ્તનો સ્પર્શ પણ નથી જે વિસ્તારોનાં કોરોનાગ્રસ્ત છે તેમાં કોરાનાનો ઉચો આંક સામુહિક સંક્રમણ ન કહી શકાય શહેરના કેટલાય એવા વિસ્તારો છે જયા આવા કેસ વધી રહ્યા છે.તેને ત્રીજો તબકકોછે તેમ કહી ન શકાય. સરકાર ફલુ અને હૃદયરોગના દર્દીઓ અને આવા કેસમાં દવાના વેચાણને આઈસીયુમાં દાખલ થતા લોકો પર નજર રાખી રહી છે. હાલમાં નમૂના લઈ ઝડપથી ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ રોજના ૫ હજાર નમુના લેવાતા હતા તે હવે ૧૫ હજાર લેવાઈ રહ્યા છે. અત્યારે કોરોના સંક્રમણમાં સામૂહિક સંક્રમણના તબકકો હજુ શરૂ થયો નથી પણ એ ન આવે એટલા માટે આપણે કેવી તકેદારી રાખી રહ્યા છીએ અને અસરગ્રસ્તોને કેવી સારવાર કરવામાં આવી રહી છે. એ મોટો પડકાર છે.
હૃદયરોગની તિવ્ર બિમારીવાળા ૧૦૨ દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૪૩ પોઝીટીવ જણાયા હતા. જેમાં ૪૦ દર્દીઓએ કોઈ પ્રવાસ કર્યો નહતો. કે કોઈના સંપર્કમાં આવ્યા નહતા. આરોગ્ય મંત્રાલય કહે છે કે ૧૬૦૦૨ નમૂના માંથી હજુ સુધી ૩૨૦ને કોરોના ચેપ લાગ્યો છે. જે ૨ ટકા જેટલો જ છે. એટલે આપણે ચિંતા કરવાની જરૂ ર નથી દેશમાં કોરોનાનો સામૂહિક્સંક્રમણનાં તબકકે શરૂ થશે ત્યારે લોકોને ચેતવવામાં આવશે.
- દેશનું નિકાસ ક્ષેત્ર ધબાય નમ : દોઢ કરોડ રોજગારી છીનવાઇ
સમગ્ર વિશ્ર્વમાં ચાલી રહેલા કોરોના લોકડાઉનની અસરને લઇને ભારતના ઉઘોગ જગતના વિદેશના ધંધાઓમાં પ૦ ટકા થી વધુ ઓર્ડર કેન્સલ અને નિકાસ ક્ષેત્રમાં આવેલી ભયંકર મંદીના પગલે દેશમાં દોઢ કરોડ રોજગારી છીનવાઇ ચુકી છે અને નિકાસદાર એકમોની એન.પી.એ. માં તોતીંગ વધારો થયો હોવાનું કંઝરેશન ઓફ ઇન્ડિયન ઓર્ગેનાઇઝેશનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે.
એફ.આઇ.ઇ.ડી. નો પ્રમુખ શરદકુમારે શરાફે જણાવ્યું હતું કે હવે તો જૂજ ઓર્ડર જ બાકી રહ્યા છે. જો કારખાનાઓને લધુતમ માનવ શ્રમથી ચલાવવાની પરવાનગી નહિ આપવામાં આવે તો પરિસ્થિતિ એવી આવી જશે કે ખોટના કારણે ધંધા બંધ કરવા પડશે. દેશના નિકાસ કાર ક્ષેત્રના મંડળે શુક્રવારે સરકાર પાસે તાત્કાલીક સહાય પેકેજની તાત્કાલીક ઉત્પાદન કરવા માટે ઓછા મજુરો અને સલામત સેનિરાઇઝેશન અને સોશ્યલ ડિસટેન્સ ની શરતે ઉદ્યોગો શરુ કરવાની પરવાનગીની માંગ કરી છે. કોરોના કટોકટીએ આપત્તી માટે વ્યાજ મુક સહાય આપી નિકાસકારોને પરિવહન ભાડા, અને સાધન સામગ્રીની મદદ કરવાની જરુર છે અને માર્ચથી મે ૨૦૨૦ સુધીના ત્રણ મહિનાના સમયગાળા માટે રાહત પેકેજ આપવું જોઇએ આ નિકાસકાર સંગઠનોએ એવો સુઝાવ પણ આપ્યો છે કે જહાજ પરના ધિરાણમાં પણ આગોતરા અને પાછતરા ૯૦ થી ૧૮૦ દિવસના સમયગાળા માટે વ્યાજ અને પેનલ્ટી વગર સહાય આપવી જોઇએ.
- ખેતીની ઉપજ બજાર સુધી પહોંચાડવા મદદ કરાશે
દેશભરમાં ચાલી રહેલા કોરોના લોકડાઉન દરમિયાન ખેડૂતોનો એકપણ પાકની લાગણી પરિવહન અને વેચાણમાંથી બાકાત નહિ રહો શુક્રવારે કેન્દ્ર સરકારે ખેડૂતોને આ માટે આશ્ર્ચશાન કર્યા હતા. આ આશ્ર્વાશન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર કે જેમણે ખેડૂતોને આશ્ર્વાસન આપી જણાવ્યું હતું કે ઘંઉની મોસમ ૧પ થી ર૦ એપ્રિલ દરમિયાન શરુ થશે અને તમામ રાજયોને લાગણીથી લઇ વેચાણ સુધી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ખેડૂતો માટે વધુ પ્રમાણમાં વેચાણ કેન્દ્રો શરુ કરવામાં આવશે અને એક વખત ઘંઉની સીઝન શરૂ થયા બાદ માર્કેટીંગ યાર્ડમાં ભરાવાને લઇ ખેડૂતોને વેચાણ માટે ટોકન આપવામાં આવશે.
લોકડાઉન દરમિયાન પ્રથમ વખત વિડિયો કોન્ફરન્સથી પત્રકાર પરિષદ સંબોધતા કૃષિમંત્રી તોમરે જણાવ્યું હતું કે ખેડુતોની શિયાળુ પાકની સીઝન ત્રણ તબકકામાં જુન મહિના ના અંત સુધીમાં પૂર્ણ થશે. અનિવાર્ય લોક ડાઉનના કારણે મુશ્કેલી અનુભવતા ખેડુતો માટે જરુરી તમામ પગલાઓ ભરીને સરકાર ખેડુતોની સમસ્યા જેમ બને તેમ ઓછી કરવા માટે કટીબઘ્ધ બની છે. કૃષિ મંત્રાલયે અગાઉ જાહેર ક્ષેત્રની એજન્સીઓને કઠોળ, ખાનગી એજન્સીઓને કામ આપવાનું નકકી કર્યુ હતું. આ અંતર્ગત નાફેડ દ્વારા ૧૦૭૮૧૪ મેટ્રીક ટન કઠોળ અને ૧૬૦૦ મેટ્રીક ટન તેલીબીયાનું લધુતમ ટેકાના ભાવે રૂ . ૫૨૬ કરોડની ખરીદી કરી હતી જેનો લાભ ૭૫૯૮૪ ખેડુતોને મળ્યો હતો તેમ મંત્રીએ રવિ પાકની લાગણી માટેના અહેવાલ આપતાં જણાવ્યું હતું કે અહેવાલમાં રાજસ્થાન, તેલગાણાં, હરિયાણામાં ૯૫ ટકા ચણાનો પાક તૈયાર છે ત્યારે મહારાષ્ટ, ઉત્તર પ્રદેશ અને આંધપ્રદેશમાં અત્યારે કુલ વિસ્તારના ૨૬ થી ૩૩૯૦ વિસ્તારમાં ઘંઉની સીઝન ચાલી રહી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ દેશના ૭.૭૭ કરોડ ખેડુત ખાતેદારોને કેન્દ્ર સરકારની પ્રધાન મંત્રી કિશાન સન્માન નીતી યોજના અંતર્ગત દરેકના ખાતામાં લોકડાઉન દરમિયાન ર૦૦૦ રૂ . જમા કરાવવામાં આવ્યા હતા. આ માટે ૧૫૫૩૧ કરોડ રૂ . ફાળવવામાં આવ્યા છે. મંત્રાલયે ગુરુવાર રવિા પાકની મોસમ માટે તમામ રાજયો માટે દિશા નિર્દેશ જારી કરીને રોકડીયા પાક બાગાયતિ પાકની મોસમ માટે દેશ વ્યાપી ધોરણે ખેડુતોની સવલત માટે આદેશો આપ્યા છે. ૧૬૦૦ જેટલી ફુટ અને શાકભાજીની માર્કેટીંગ યાર્ડો રાજય સરકારના સંકલનગથી વિવિધ માર્કેટીંગ યાર્ડના સહયોગથી ખોલવામાં આવી છે. ઘણી રાજય સરકારો અને સ્થાનીક તંત્ર લોકોના ઘર સુધી ચીજવસ્તુઓ મોબાઇલ એપ્લીકેશનના માઘ્યમથી પહોચાડી રહી છે.
- ગ્રીન ઝોનમાં તબક્કાવાર ઉત્પાદનને લીલી ઝંડી
કોરોના મહામારીને રોકવા માટે ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોએ લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉનના કારણે જીવન જરૂ રી વસ્તુઓ સીવાયના કારણ વગર બહાર નીકળવા પર રોક લગાવાઈ હતી. લોકડાઉનના કારણે ઉદ્યોગ-ધંધા બંધ થયા હતા. જો કે, હવે ૨૧ દિવસના લોકડાઉનને ચાર થી પાંચ દિવસનો સમય બાકી છે ત્યારે જ્યાં કોઈપણ કેસ નોંધાયા નથી. અથવા તો શંકાસ્પદ કેસ છે તેવા સ્થળો એટલે કે, ગ્રીન ઝોનમાં તબક્કાવાર ઉત્પાદન માટે મંજૂરીઓ અપાશે તેવું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીને કેટલાક રાજ્યો દ્વારા લોકડાઉનને લંબાવવા માટે હિમાયત થઈ હતી. જેના અનુસંધાને લોકડાઉન લંબાય તેવી સ્થિતિ છે. અલબત ક્યાંક લોકડાઉન ધીમા પગલે ઉઠાવી લેવાશે તો ક્યાંક જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા સ્થળોએ સજ્જડ બંધ રાખવામાં આવશે તેવું ફલીત થઈ રહ્યું છે. લોકડાઉનના કારણે ઔદ્યોગીક એકમોને મોટો ફટકો પડ્યો હોવાથી આગામી સમયમાં ધીમે ધીમે ઉત્પાદન શરૂ કરવામાં આવે તેવું પણ જાણવા મળી રહ્યું છે. સરકારે કોરોનાની કેસની સંખ્યા અને તિવ્રતા મુજબ વિવિધ ઝોનની જાહેરાત કરી છે. જેના અનુસંધાને ગ્રીન ઝોનમાં ધીમી ગતિએ ફરીથી ઉત્પાદન શરૂ થશે જેમાં પ્રારંભીક તબક્કે જરૂ રીયાતની વસ્તુઓ, મેડિકલ સામાન જેવા ઉત્પાદનની શરૂ આત થશે તેમ જાણવા મળી રહ્યું છે.