સૌરાષ્ટ્ર યુનિ. ના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરાના પ્રયત્નોથી પી.એમ.એ સૌરાષ્ટ્ર મઘ્યસભાના અગ્રણીઓ માટે સમય ફાળવ્યો
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના તામીલનાડુના રામેશ્ર્વર ખાતેના પ્રવાસ દરમ્યાન મૂળ સૌરાષ્ટ્રીયન સમુદાયનું પ્રતિનિધી મંડળ નરેન્દ્રભાઇને મળી અને વિરાટ સૌરાષ્ટ્ર સંગમનું આમંત્રણ આપનાર છે. સૌરાષ્ટ્ર યુનિવસીટી અને વરીષ્ઠ અગ્રણી ડો. કમલેશ જોશીપુરાના પ્રયત્નો અને ખાસ વિનંતીથી નરેન્દ્રભાઇએ પોતાના અતિ વ્યસ્ત સમયપત્રકમાંથી સૌરાષ્ટ્ર મઘ્યસભાના અગ્રણીઓને સમય ફાળવેલ છે.છેલ્લા એક વર્ષથી ડો. કમલેશ જોશીપુરાની થાંજાવુર, કોઇમ્બતુર, ત્રિચીનાંપલ્લી, ચેન્નઇ, કુંભકોણમ, કાંચીપુરમ સહીતના પ્રત્યેક વિસ્તારોમાં સઘન પ્રવાસ અને શ્રેણીબઘ્ધ બેઠકોમાં સૌરાષ્ટ્રીયન સમુદાયના સંગઠન માટે આ સંશોધનાત્મક પ્રવૃત્તિ માટે વિષદ ચર્ચા વિચારણાના આધારે કાર્યક્રમો ઘડી કાઢેલા, અત્રેએ ઉલ્લેખનીય છે કે આજથી ૧૧૦૦ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાંથી સોમનાથજી ઉપરનાં ગઝનીના આક્રમણ સમયે લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રમાંથી આ સમુદાયે સ્થળાંતર કરેલું, જેનો મુખ્ય વ્યવસાય સાડી વણાંટનું છ અને કાંજીવરમ સાડીનાં રચયિતા સૌરાષ્ટ્રવાસીઓ છે. હાલમાં સૌરાષ્ટ્રીયન સમુદાય શૈક્ષણિક ઉઘોગ સાંસ્કૃતિક અને કલા ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરી રહેલછે. અનેક અભિનેતાઓ પણ સૌરાષ્ટ્રીયન સમુદાયના છે.વડાપ્રધાન આ‚ઢ થયા પછી રામેશ્ર્વર ખાતે પ્રતિનિધિ મંડળ મળશે અને પછીથી દિલ્હી ખાતે ડો. કમલેશ જોશીપુરા અને ર૧ અગ્રણીઓની મુલાકાત થનાર છે. આગામી ઓગષ્ટ માસમાં તામીલનાડુના વિવિધ શહેરોમાંથી સર્વક્ષેત્રિય પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીને તથા પ્રવાસન મંત્રીન મળ્યા પછી સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહેલ છે. અને અમેરિકા ખાતે કેલિફોનીયા સ્ટેટમાં અમેરિકા સ્થિત સૌરાષ્ટ્ર્ર વાસીઓના સંમેલન માટે પણ પૂર્વ તૈયારી થનાર છે.સૌરાષ્ટ્ર મઘ્યસભાના મહામંત્રી સુબ્રમણ્યમ, કુલપતિ ડો. રાજેન્દ્રન થાંજાવુરના એમ.એસ. રામલીંગમ તથા સાંતારામ મળનાર છે. જેનું પૂર્ણ આયોજન ડો. કમલેશ જોશીપુરાએ કર્યુ છે.