જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં સુરક્ષાબળોએ 5 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ આંતકીઓ ભારતની સીમામાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહ્યા હતા. હાલ સુરક્ષાબળોએ આ વિસ્તારને કોર્ડન કરીને અહીં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકારે રમજાન દરમિયાન સુરક્ષાબળોને જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન નહીં ચલાવવાનું કહ્યું હતું. ત્યારપછીથી સતત ઘૂસણખોરીના પ્રયત્નો વધી ગયા હતા. સુરક્ષાબળોએ છેલ્લા 7 મહિનામાં 70થી વધારે આતંકીઓને ઠાર કર્યા છે.
#SpotVisuals from Tangdhar: 5 terrorists, who were trying to infiltrate, have been killed by security forces in an ongoing operation. (Visuals deferred by unspecified time) #JammuAndKashmir pic.twitter.com/MCNLYMLhLb
— ANI (@ANI) May 26, 2018
14મેના રોજ કઠુઆમાં બોર્ડર પર 5 શંકાસ્પદ લોકો જોવા મળ્યા હતા. પોલીસે તેને પાકિસ્તાની ઘૂસણખોરો ગણાવ્યા હતા. ત્યારપછી જમ્મુ, કઠુઆ અને સાંબામાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. નવા ચેક પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા અને હાઈવે પર એલર્ટ રાખવામાં આવ્યું હતું.આ પહેલાં સેનાએ માર્ચમાં કુપવાડામાં 48 કલાક ચાલેલી અથડામણ પછી 5 આતંકીઓને ઠાર કરી દીધા હતા. આ ઓપરેશનમાં સેના અને પોલીસના 5 જવાન શહીદ થયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com