ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે આજે બુધવારે અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન મોદી બપોરે દોઢ વાગે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા છે. જ્યારે જાપાની પીએમ તેમના ધર્મપત્ની એકી આબે તથા ડેલિગેશન સાથે જાપાન સરકારના ખાસ એરક્રાફ્ટમાં બપોરે 3.30 વાગે સીધા ટોકિયોથી અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કરવાના છે.જાપાનના વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા અમદાવાદ સજ્જ થઈ ગયું છે. એરપોર્ટ પર નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અહીંથી બંને મહાનુભાવોનો રોડ શો શરૂ થશે. ગાંધી આશ્રમ સુધીના આ રોડ શોમાં બંને બાજુ ભારતના તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નૃત્યો અને કલાનું નિદર્શન થશે. તેમજ અમદાવાદના મુખ્ય માર્ગો પર પોસ્ટરો લાગવામાં આવ્યા છે. તડામાર તૈયારીનો આજે અંત આવ્યો છે.
Trending
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા
- Adipur: નિર્મલ મમતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાયનેમિક ફેશન શો યોજાયો