નમો એપની મદદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કર્ણાટકના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો હતો. ચૂંટણી પહેલાં રાજ્યની કોંગ્રેસ સરકારના લિંગાયત દાંવ પર નિશાન સાધતાં મોદીએ કહ્યું કે, અન્ય દળ વિકાસની રાજનીતિથી બચવા માગે છે અને તેથી જ જાતિ, ધર્મની રાજનીતિ કરે છે. તેઓએ વધુમાં કહ્યું કે દરેક ચૂંટણીમાં એક ગ્રુપને લોલીપોપ પકડાવી દેવામાં આવે છે, જેમાં વોટર પણ ફંસાય જાય છે.
કોઈ એક ગ્રુપને પકડીને તેને લોલીપોપ આપે છે- મોદી
Ahead of the upcoming #KarnatakaElections2018 , Prime Minister #NarendraModi boosted the morale of #bharatiyajanataparty (#BJP ) workers in the state.
Read @ANI Story | https://t.co/9kwGobls8F pic.twitter.com/gZFuxvtfKy
— ANI Digital (@ani_digital) April 26, 2018
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક ચૂંટણીમા આ પક્ષો કોઈએક સમુહને પકડીને તેને લોલીપોપ પકડાવી દે છે.
આ તે પ્રકારની જ રાજનીતિ કરીને આગળ વધે છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું કે શું કોઈ ઈન્કાર કરી શકે છે કે કોંગ્રેસ કલ્ચરના કારણે રાજનીતિમાં તમામ ખરાબીઓ આવી છે.મોદીએ કાર્યકર્તાને કહ્યું કે તેઓ જનતાનો વિશ્વાસ જીતીને ચૂંટણીમાં જવા માગે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com