અમદાવાદ એરપોર્ટ ઉપર બુધવારે બપોરે જાપાનના વડાપ્રધાન પત્ની સાથે આવી પહોચ્યા હતા. આ પહેલા ભારતના વડાપ્રધાન મોદી પણ આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને દેશોમાં PM ખુલ્લી જીપમાં સવાર થઈને એરપોર્ટ ઉપરથી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચી ચુક્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજે બુધવારથી અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. જેના કારણે અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સાથે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગાંધી આશ્રમ સુધી પહોચ્યાં ત્યારે રસ્તામાં દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરી હતી.સાથે ગાંધી આશ્રમમાં વડાપ્રધાને મેહમાનોને ગાંધીબાપુના ત્રણ વાંદરા વિશે માહિતી આપી હતી.
Trending
- ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ
- એવું તો શું થયું અમદાવાદમાં કે, એક રાત હોટેલ રૂમ બુક કરાવવાની કિંમત 50 હજાર રૂપિયા!
- Jamnagarમાં ગુરૂનાનક દેવજીની 555મી જયંતીની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ
- વઢવાણનાં યુવકનું શંકાસ્પદ મોત: પરિવારજનોનો હત્યાનો આક્ષેપ
- સ્ટે.ચેરમેન નિલેશ કગથરા વરસ્યા: રૂા.18.55 કરોડના વિકાસકામોને લીલીઝંડી
- કોમ્પ્યુટરની પ્રથમ પેઢી કેવી હતી ? જાણો તેની રસપ્રદ માહિતી
- શું તમે પણ છો કેકના શોખીન છો ?તો આજે જ લો તિરુપતિ બેકરીની મુલાકાત
- Ahmedabad : રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર લોકો સાવધાન !