પીએમ મોદીના માતા હીરાબાને બે દિવસ પહેલાં અમદાવાદની વી એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ૩ ૩૦ કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી. હીરાબાની અંતિમ સફરમાં તેઓએ કાંધ આપી હતી. ચારેય ભાઈઓ દ્વારા હીરાબાને મુખાગ્ની આપવામાં આવી હતી.
આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન માતા હીરાબાથી કેટલા નજીક હતા. જ્યારે પણ ગુજરાત આવતા ત્યારે સૌ પ્રથમ હીરા બા સાથે મુલાકાત કરતા. આજે પીએમ મોદી પર જે વીતી રહી છે તેઓ તે શબ્દોમાં વર્ણવી શકતા નથી પરંતુ તેમનો ચેહરો બધું જ દુઃખ વર્ણવી દે છે. હીરાબાના નિધનને લઈને સમગ્ર રાજ્યમાં શોક વ્યાપી ગયો છે. વડનગરમાં વેપારીઓ દ્વારા બંધ રાખીને વેપારીઓ દ્વારા અંજલી આપવામાં આવી રહી છે.
૧૦૦ વર્ષની ઉંમર છતાં તેઓ રોજિંદા જીવનમાં સ્ફૂર્તિમય રહેતા હતા. તેઓ આ ઉંમરે પણ પોતાનું કામ જાતે કરવાનો પ્રયત્ન કરતા હતા. તેમણે પોતાના ૧૦૦ જન્મદિવસ પર એક વાત કહી હતી કે કામ બુધ્ધિથી કરો, જીવન જીવો શુધ્ધિથી. ચાલો જાણીએ પીએમ મોદીના માતાની સંઘર્ષમય જીવન વિશે .
વર્ષ 2015માં facebook ના સ્થાપક માર્ગ ઝકરબર્ગ સાથેની વાતચીતમાં માતાના સંઘર્ષો યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે મારા પિતાના અવસાન પછી માતા બીજાના ઘરે જઈને વાસણો સાફ કરતી અને પાણી ભરીને ગુજરાન ચલાવતી અને અમને ખવડાવતી.’ ત્યારબાદ માતાની સમસ્યાઓને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈ ગયા અને રડી પડ્યા.
હીરાબાનું સંઘર્ષમય જીવન
પીએમ મોદી હંમેશા પોતાની માતામાંથી અને માતાની જીવન જીવવાની રીતથી પ્રેરણા લેતાં હતા. હીરાબાનો જન્મ 16 જુન 1922 મહેસાણામાં થયો હતો. હીરાબા માત્ર ૧૫-૧૬ વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન કરી દેવામાં આવ્યા હતા. તેમના ઘરની આર્થિક પરિસ્થિિ નબળી હોવાના કારણે તેઓ શિક્ષણ મેળવી શક્યા નહોતા. ભલે તેમને શિક્ષણ મેળવ્યું નહોતું પરંતુ બાળકોને શિક્ષક કરવામાં કોઈ કસર બાકી રાખી નહોતી
પીએમ મોદી માટે તેની પહેલી પ્રેરણા તેની માતા હતી કારણ કે તેમને સૌથી પહેલા પોતાની માતાને સંઘર્ષમય જીવતા જોયા હતા. પીએમ મોદી અનેક વખત પોતાની માતાનો ઉલ્લેખ કરીને ભાવુક થઈ જતાં.