‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ સાથે નરેન્દ્રભાઇ મોદીએ ભારતને વિશ્વગુરૂની ઓળખ અપાવી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બીજા ટર્મના પ્રથમ વર્ષમાં ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ’ સાથે ભારતને વિશ્ર્વગુરૂની ઓળખ અપાવી શક્તિશાળી પાર્ટી તરીકે ઉભરી આવી છે.

રાજકોટ જીલ્લા ભાજપા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રમુખ ડિ.કે.સખીયા, મહામંત્રીઓ ભાનુભાઈ મેતા,  જયંતીભાઈ ઢોલ,  ડો.ભરતભાઈ બોઘરા, કેબીનેટમંત્રીઓ જયેશભાઈ રાદડિયા તથા  કુંવરજીભાઈ બાવળિયા, સાંસદઓ મોહનભાઈ કુંડારિયા તથા રમેશભાઈ ધડુક, ધારાસભ્યઓ ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાથે સાથે દેશમાંથી આતંકવાદ નાબુદ, કલમ ૩૭૦ દુર કરી, લદાખને અલગ કેન્દ્રશાસિત રાજ્ય બનાવ્યું, શરણાર્થીઓ માટે નાગરિક સંશોધન કાયદો, રામમંદિર બનાવવા માટેનો સંકલ્પ પરિપૂર્ણ કર્યો. તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તાલમેલ વચ્ચે સમાજને સાથે જોડીને અનેકવિધ પ્રજાકીય લોકકલ્યાણકારી યોજના થકી ભારતની પ્રજાને ગૌરવ અપાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૬મે ૨૦૧૪ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લઈને તોતિંગ બહુમતી સાથે છ વર્ષ દરમ્યાન તમામ પક્ષોને સાથે રાખીને આર્થિક, સામાજીક, સંરક્ષણ તેમજ ભ્રષ્ટાચારની બારીઓ બંધ કરવા અનેકવિધ સુધારાઓ કરીને સ્વચ્છ ભારતની અમી છાપ ઉભી કરી છે. અને વિશ્વભરમાં એક શક્તિશાળી નેતા તરીકે તેઓ પ્રસપિત થઇ ચુક્યા છે. આજે તમામ વિશ્વના લોકો ભારત એક વિશ્વ ગુરુ તરફ આગળ વધે તેવા સંકેતો ઉભરી રહ્યા છે.

વધુમાં, સખીયા, મેતાએ જણાવ્યું કે, અસામાન્ય વૈશ્વિક મહામારી કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રોકામ અને જનતાની સુરક્ષા માટે લેવાઈ રહેલા પગલાને કારણે રાષ્ટ્રના બીજા દેશો કરતા ભારતમાં કોરોનાનો પગપેસારો ખુબજ ઓછો રહ્યો છે. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિશ્વમાં પ્રશંસાઓ થઇ રહી છે. દેશમાં લોકોને હાડમારી ઓછી થાય અને લોકો આત્મનિર્ભર બને તે માટે સરકારે તાત્કાલિક અસરથી ૨૦ લાખ કરોડનું પેકેજ જાહેર કરીને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ કરવાનો પ્રયાસ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.