ગુજરાતની મૂલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના સભ્યો સાથે કરશે વાર્તાલાપ
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ સાધુ સંતોને કાશીથી અયોધ્યાનો પ્રયાસ કરાવશે
અબતક,રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 11 અને 12 માર્ચના રોજ ગુજરાતનાં પ્રવાસે આવે તેવી સંભાવના જણાય રહી છે.ગુજરાતની મૂલાકાત દરમિયાન તેઓ સરપંચ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના સભ્યો સાથે વાર્તાલાપ કરશે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છેત્યાર ભાજપ પોતાની હિન્દુવાદી પક્ષની છબીને વધુમજબુત બનાવવા માટે સાધુ સંતોનેકાશીથી અયોધ્યાનો પ્રવાસ કરાવશે
પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પક્ષ દ્વારા આવનાર સમયમાં રાજયભરમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે તે વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. પાર્ટી દ્વારા આવનાર સમયમાં પ્રજાલક્ષી વિવિધ કામો કરવાના છે જેમાં અલગ અલગ સમાજના સાઘુ સંતોને કાશી થી અયોધ્યાનો પ્રવાસ કરાવો, આગામી 8મી માર્ચના રોજ મહિલા દિન નિમિત્તે સાઘ્વી મહિલાઓને કચ્છ જીલ્લાનો પ્રવાસ કરાવવાનો કાર્યક્રમ, યોગ પ્રત્યે જાગૃતિ વધે તે માટે યોગના કાર્યક્રમ, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ વોર્ડ વાઇઝ થાય અને કેવી રીતે વધુ સારો કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું, શાળા,કોલેજમાં નિબંધ સ્પર્ઘા યોજવી ,આગામી સમયમાં કવિ સંમેલન કાર્યક્રમ યોજાનાર છે
રાજયમાં ઝડપથી બાળકોને કુપોષણ થી ઉગારી સ્વસ્થ કરી શકાય તેમજ માઇક્રોડોનેશન અંગે ભારપુર્વક કાર્યકરો વધુમાં વધુ કરે તે અંગે માહિતી આપી. સાથ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના આગામી 11 અને 12 માર્ચે કાર્યક્રમ યોજાઇ શકે છે જેમાં સરપંચો,તાલુકા અને જીલ્લા પંચાયતના સભ્યો, અને કોર્પોરેશન ના સભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાવાનો છે જે અંગે માહિતી આપી અને અંતમાં આવનાર વિઘાનસભા ચૂંટણીને ઘ્યાને રાખી પેજ સમીતીનું કામ ઝડપથી પૂર્ણ કરવા હાંકલ કરી . આગામી તમામ કાર્યક્રમોનું સફળતા પૂર્વક આયોજન થાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે માર્ગદર્શન આપતા જણાવ્યું કે, રાજયમાં સરકાર અને સંગઠન એક થઇને પ્રજાલક્ષી કામ કરે તો લોકોને ઘણો ફાયદો મળે. આગામી સમયમાં સરકાર પ્રજાલક્ષી કેવી યોજનાઓ કરી શકે તે અંગે સુચનો પણ મંગાવ્યા અને સરકારે પ્રજાલક્ષી નાનામાનાના કામનું કેવી રીતે ધ્યાન આપે છે તે અંગે પણ માહિતી આપી. ભુપેન્દ્રભાઇ પટેલે પાટીલના પેજ સમિતિના પૂર્ણ કરવા જે સુચનો આપ્યા છે તેનો ઝડપથી અમલ થાય તે અંગે માહિતી આપી હતી.