દેશમાં આમ નાગરિકને અનેકો સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે ત્યારે દરેક પંડિત નાગરિક વિચારતો હશે કે કાશ વડાપ્રધાન સાથે ડાયરેક્ટ વાત થાય અથવા તો કંઇક એવી સીસ્ટમ હોય જેનાથી તે વડાપ્રધાન સુધી તેનાં વિચારો, સલાહો કે પછી ફરિયાદો મોકલી શકે…. તો આ વાતનો પ્રશ્ન હલ થઇ ચુક્યો છે. આવો જાણીએ કે કોમન પીપલ કેવી રીતે પોતાની વાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી પહોંચાડી શકે…..
અત્યાર સુધી પ્રધાનમંત્રી સુધી આમ જનતા માત્ર પ્રધાનમંત્રી ઓફિસ એટલે કે PMOદ્વારા જ પહોંચાડી શકતી હતી. પરંતુ હવે એવા માધ્યમો આવી ગયા છે જેના દ્વારા વડાપ્રધાનનો સં૫ર્ક કરી શકાશે.
-વેબસાઇટ દ્વારા સંપર્ક કરવો….
વેબસાઇટ http :// www.pm india. gov in/en/interact-with-honble-pm/પર તમે રજીસ્ટર કરાવી શકો છો. આ એવી સરળ પ્રક્રિયા છે જેના દ્વારા ડાયરેક્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંવાદ થઇ શકે છે.
જુની અને જાણીતી રીત. એટલે પત્ર વ્યવહાર અને વડાપ્રધાનને Prime ministers office
South Block, Raisina Hill
New Delhi – 110011
પર પત્ર લખી તમારી વાત પહોંચાડી શકો છો. ધ્યાન એ વાતનું રાખવું કે એડ્રેસ હિન્દીમાં લખવું જરુરી છે.
આ ઉપરાંત ફેક્સ ફોનથી પણ વાત થઇ શકે છે જેના માટે PMO fax no. 91 11 23019545, 23016857
PMOનો ફોન નંબર. – 91 11 23012312
આ ઉપરાંત યુટ્યુબ ચેનલ, નમો એપ અને રાઇટ ટુ ઇન્ફોર્મેનશન અંતર્ગત તમે વડાપ્રધાન સુધી તમારી વાત, મંતવ્ય, પ્રશ્નો, સમસ્યાઓ પહોંચાડી શકશો. તો હવે કોઇને પણ વચ્ચે રાખ્યા વગર કરો સીધો સં૫ર્ક દેશના વડાપ્રધાન સાથે….