મધરાતથી વન નેશન વન ટેકસનો સુર્યોદય: આઝાદી બાદના સૌથી મોટા બંધારણીય સુધારા દ્વારા કર-ક્રાંતિ
આજથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો છે. આ માટે સંસદમાં અડધી રાત્રે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ૧૯૪૭માં જયારે દેશ સ્વતંત્ર થયો ત્યારે આઝાદીની ઘોષણા પણ આ જ સેન્ટ્રલ હોલમાં કરવામાં આવી હતી. જીએસટી પણ આઝાદી બાદનો સૌથી મોટો બંધારણીય સુધારો છે. જેનાથી જુની કર પ્રણાલીથી લોકોને આઝાદી મળી છે. જીએસટીના આ ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી, લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, પૂર્વ વડાપ્રધાન દેવ ગૌડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, નાણામંત્રી અ‚ણ જેટલી સહિતના મહાનુભાવો અને ૧૦૦ જેટલા પ્રતિષ્ઠીત આગેવાનો હાજર રહ્યા હતા. જીએસટીના લોન્ચીંગ માટે યોજાયેલા આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ સંબોધન આપતા જીએસટીને ગુડસ એન્ડ સર્વિસ ટેકસ નહીં પણ ગુડ અને સિમ્પલ ટેકસ ગણાવ્યો હતો.
વધુમાં મોદીએ કહ્યું હતું કે, અત્યાર સુધી અલગ-અલગ ટેકસના કારણે વેપારીઓ અને લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હતી. તેમજ એક જ વસ્તુના બે સ્થળોએ અલગ-અલગ ભાવ ચુકવવા પડતા હતા. જીએસટીની અમલવારી બાદ વન નેશન વન ટેકસના કારણે વેપારીઓને ઈન્સ્પેકટર રાજમાંથી મુકિત મળશે અને આર્થિક વિકાસને એક નવી દિશા મળવાની છે. મોદીએ સંબોધનમાં જીએસટીનું માળખુ ઘડવા માટે મહેનત કરનારા તમામ અધિકારીઓ અને નેતાઓનો આભાર વ્યકત કર્યો હતો અને કહ્યું હતું કે, જીએસટીના કાયદા દરેક વર્ગ ઉપર કોઈપણ જાતનો બોજો નહીં આવે. આ ઉપરાંત જીએસટીને નવા ભારતનો આર્થિક સુર્યોદય ગણાવ્યો હતો. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ જીએસટીના લોન્ચીંગ પહેલા કહ્યું હતું કે, જીએસટી કાઉન્સીલની ૧૮ બેઠકોમાં કોઈપણ જાતના વિરોધ વિના ઠરાવો પસાર થયા તે ખુબ જ સરાહનીય છે. પ્રથમ વખત મેં જ નાણામંત્રી તરીકે જીએસટીની દરખાસ્ત કરી હતી માટે આ ઘડીને વ્યકિતગત સફળતાની દ્રષ્ટીએ જોઈ રહ્યું છે. વધુમાં આ કોઈ સરકાર કે વ્યકિતની સફળતા નથી. સંઘીય એકમતતાની સફળતા છે.
અત્યાર સુધી દેશમાં અલગ-અલગ ૫૦૦ જાતના કર અમલમાં હતા પરંતુ હવે જીએસટી લાગુ થઈ જતા એકમાત્ર ટેકસ ભરવો પડશે. આ માટે ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૪ ટકાના ચાર સ્લેબમાં તમામ વસ્તુઓનું વર્ગીકરણ કરી દેવામાં આવ્યું છે. તેના પ્રમાણે જ કર વસુલવામાં આવશે. વધુમાં જીએસટીની અમલવારીના શ‚આતના સમયમાં પરેશાનીઓ પડવાની સંભાવનાને પગલે નાણા મંત્રાલય દ્વારા પુરી તૈયારીઓ પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ કહ્યું હતું કે ૨૦૦૨થી શ‚ થયેલી જીએસટીની યાત્રા ૧૪ વર્ષે પૂર્ણ થઈ છે અને દેશની લોકશાહીના એક મહાન ભેટ ‚પે જીએસટી મળ્યું છે.
એમ કહેવાય રહ્યું છે કે જીએસટી લાગુ થતા જ જીડીપીમાં ૦.૪ થી ૨ ટકા સુધીનો વધારો થઈ શકે છે. ઉપરાંત પ્રમાણિકતાથી ટેકસ ચુકવવા લોકોને ફાયદો થશે. જયારે ટેકસ ચોરીને અટકાવી શકાશે. જીએસટીને લઈને છેલ્લા એક વર્ષથી તડામાર તૈયારી કરવામાં આવી રહી હતી અને અંતે નિશ્ર્ચિત સમયે જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે જીએસટીના કારણે શું અસરો પડે છે તે જોવાનું રહ્યું.
-
શું નોટબંધી પછી જીએસટી મોદીનો મોટો જુગાર?
નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જીએસટી લાગુ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજી પણ લોકોમાં જીએસટી અંગે ઘણા પ્રશ્ર્નો ઉદભવી રહ્યા છે. એવું કહેવાય કહ્યું છે કે ઘણા ક્ષેત્રોને જીએસટીની નકારાત્મક અસર થવાની છે ત્યારે નોટબંધી સમયે આવી જ સ્થિતિ દેખાઈ રહી હતી. આ સ્થિતિના કારણે જીએસટીનો નિર્ણય પણ નોટબંધીની જેમ એક જુગાર સાબિત થશે કે કેમ? તેવા પ્રશ્ર્નો ઉદભવી રહ્યા છે. વિપક્ષે પણ જીએસટી બાબતે વિરોધ પ્રદર્શિત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હંમેશા જીએસટીના સમર્થનમાં રહ્યું છે પણ મોદી સરકાર પુરી તૈયારી વિના જીએસટી લાગુ કરવા જઈ રહ્યું છે. જેના પરીણામે અનેક પ્રશ્ર્નો ઉદભવવાની સંભાવના છે. બીજી તરફ જીએસટી બાબતે લોકોમાં હજુ પુરી સમજ પણ નથી. જેની અર્થતંત્ર ઉપર પણ અસર જોવા મળે તેવી શકયતા છે. આ ઉપરાંત ટેકસના માળખા બાબતે પુરતી જાણકારી ન હોવાથી લોકોને પણ હેરાનગતિ ભોગવવી પડે તેવી ભીતિ છે.
-
૧૭ વર્ષની મથામણ પછી જીએસટીનો સુરજ ઉગ્યો
ભારતની આઝાદી બાદ થયેલા સૌથી મોટા સુધારા જીએસટીની ૧૭ વર્ષની મથામણ બાદ અમલવારી થઈ છે. આ દરમિયાન જીએસટી માટેની કામગીરીમાં સરકારે ઘણા ઉતાર-ચડાવો પણ જોયા છે. જીએસટી પસાર થયા બાદ કાઉન્સીલની કુલ ૧૮ બેઠકો મળી હતી. જેમાં કોઈપણ જાતના વિવાદ વિના તમામ ઠરાવો પાસ થયા હતા. ૧૭ વર્ષની લાંબી યાત્રા બાદ અંતે જીએસટી લાગુ થવાનું હોવાથી તેના લોન્ચિંગ માટે પણ મહત્વની જગ્યા પસંદ કરવી પડે તેમ હતી. જેથી સેન્ટ્રલ હોલ કે જયાં આઝાદીની જાહેરાત થઈ હતી તે જ સ્થળે જીએસટી પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. મોદીએ આ તકે કહ્યું હતું કે, હવે ગંગાનગરથી ઈંટાનગર અને લેહ થી લઈને લક્ષદ્વીપ સુધી માત્ર એક જ કર લાગશે. આ ઘડી દેશ માટે ખુબ જ મહત્વપૂર્ણ બની ગઈ હતી અને કરચોરીનું પ્રમાણ ઘટાડવા અને કરપ્રણાલીને પારદર્શક બનાવવાની દિશામાં આ એક ખુબ જ મહત્વનું પગલુ ગણવામાં આવી રહ્યું છે. એક તરફ વૈશ્ર્વિક અર્થતંત્ર મંદીમાં સંપડાય રહ્યું છે ત્યારે જીએસટીના માધ્યમથી ભારતનો આર્થિક વિકાસ સડસડાટ આગળ વધશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.
-
વિરોધપક્ષોની પીછેહઠ કે પારોઠના પગલાં કે ભવિષ્યની રણનીતિ?
દેશભરમાં જીએસટીની અમલવારી ઈ રહી છે. ગઈકાલ મધરાતે જીએસટીને લઈ મળેલી બેઠકને ઐતિહાસિક ગણી શકાય. અલબત આ ઐતિહાસિક બેઠકી દુર રહી કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ ભવિષ્યની રણનીતિને લક્ષ્યમાં રાખી છે. જીએસટીની અમલવારીી સર્જાનાર અંધાધૂંધીનો મુદ્દો વિરોધ પક્ષનો વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ ઉઠાવશે એ વાત નિશ્ર્ચિત છે. કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આરજેડી, ડાબેરીઓ અને ડીએમકે સહિતના વિરોધ પક્ષોની ગેરહાજરી આવનાર સમયમાં એનડીએ સામે નવા પડકારોના એંધાણ આપે છે. જો કે ઘણા વિરોધ પક્ષોની પીછેહટને પારોઠના પગલા ગણાવી રહ્યાં છે.
સસ્તું શું?
- દુધનો પાવડર , છાસ ,કુદરતી મધ, ડેરી પેદાશો ,ચીઝ ,મસાલા ,ઘઉં, ચોખા ,લોટ,સિંગતેલ
- પામોલિન , સુર્યમુખી તેલ,સરસિયા તેલ ,તેલ ,ખાંડ,ગોળ,પાસ્તા ,મેક્રોની ,નૂડલ્સ ,ટણી, કેચ-અપ,મીઠાઈઓ ,મિનરલ ,બેકિંગ પાઉડર ,કાજુ.
- રોજીંદા વપરાશની વસ્તુઓ
- નહાવાનો સાબુ ,હેર ઓઈલ ,ડિટર્જન્ટ પાવડર
- નેપક્ધિસ ,માચિસની પેટી , મિણબતી , કોલસો
- કેરોસીન , રાંધણગેસ-ચુલો , ચમચીઓ , અગરબતી , ટૂથ પાવડર ,કાજલ ,ચીપિયો ,નોટબુકસ.
- સ્ટેશનરી મેડિકલ સાધનો
- ગ્રાફ પેપર્સ ,સ્કૂલ બેગ્સ ,એકસરસાઈઝ બુકસ
- ચિત્રકામ બુક ,હેલ્થકેરની વસ્તુઓ, એકસરે ફિલ્મ ,નિદાન માટેની કીટ ,ડાયાબીટીસ અને કેન્સરની દવાઓ
- ચશ્માના કાચ ,રેશમી અને વુલન કાપડ ,ખાદીનું સુતર ,ગાંધીની ટોપી
અન્ય
- 1૫ હોર્સ પાવરથી ઓછી ક્ષમતાના ડિઝલ એન્જિન
- ટ્રેકટરના ટાયર અને ટયુબ, વજનકાંટા, સ્ટેટિક ક્ધવટર્સ
- વાઈન્ડિગ વાયર્સ ,ફટાકડા અને વિસ્ફોટકો ,લ્યુબ્રીક્ધટસ
- બાઈકસ રૂ.૧૦૦થી ઓછી કિંમતની ફિલ્મ ટીકીટ , બાઈક-સ્કુટર-મોટર સાયકલ ,ઈકોનોમિક કલાસની વિમાન ટીકીટ.
-
વિરોધપક્ષોની પીછેહઠ કે પારોઠના પગલાં કે ભવિષ્યની રણનીતિ?
દેશભરમાં જીએસટીની અમલવારી ઈ રહી છે. ગઈકાલ મધરાતે જીએસટીને લઈ મળેલી બેઠકને ઐતિહાસિક ગણી શકાય. અલબત આ ઐતિહાસિક બેઠકી દુર રહી કોંગ્રેસ સહિતના વિરોધપક્ષોએ ભવિષ્યની રણનીતિને લક્ષ્યમાં રાખી છે. જીએસટીની અમલવારીી સર્જાનાર અંધાધૂંધીનો મુદ્દો વિરોધ પક્ષનો વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ ઉઠાવશે એ વાત નિશ્ર્ચિત છે. કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, આરજેડી, ડાબેરીઓ અને ડીએમકે સહિતના વિરોધ પક્ષોની ગેરહાજરી આવનાર સમયમાં એનડીએ સામે નવા પડકારોના એંધાણ આપે છે. જો કે ઘણા વિરોધ પક્ષોની પીછેહટને પારોઠના પગલા ગણાવી રહ્યાં છે.