ભારતમાં માત્ર ધ્રોલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ચાઈલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષ, વિજ્ઞાનલોક કાર્યક્રમ, વિજ્ઞાન રથ, આકાશ દર્શન સહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે
ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ સમગ્ર જામનગર જિલ્લામાં વિજ્ઞાન-ગણિતનાં પ્રચાર-પ્રસાર માટે ૧૯૮૫થી સ્થાનિક કક્ષાએ અને ૧૯૯૮થી જિલ્લા સ્તરે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક રૂચિ અને અભિગમની ખીલવણી કરતા થાય તેમજ જિલ્લામાં વિજ્ઞાનનું સુનામી ઉત્પન્ન કરવા વિજ્ઞાનનાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરી મથામણ કરી રહેલ છે.
લોકવિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલમાં નિરંતર ચાલતા કાર્યક્રમમાં સમગ્ર ભારતમાં માત્ર ધ્રોલ ખાતે છેલ્લા પાંચ વર્ષથી ચાઈલ્ડ સાયન્ટીસ્ટ કોર્ષ, એક દિવસીય વિજ્ઞાન લોક કાર્યક્રમ, અંતરીયાળ ગામોનાં બાળકોને નિ:શુલ્ક લાભ આપતો વિજ્ઞાન રથ કાર્યક્રમ એક દિવસમાં ધો.૧૦માં વિજ્ઞાન વિષયમાં પાસીંગ ગુણ અપાવતો ધો.૧૦ વિજ્ઞાન વિષય રિવીઝન કાર્યક્રમ, ઉનાળુ અને દિવાળી વેકેશનના સમયનો વિજ્ઞાનક્ષેત્ર સદઉપયોગ થાય તે ઉદેશથી સાયન્સ ફન વર્લ્ડ, મેથ્સ ફન વર્લ્ડ જેવા કાર્યક્રમો, ટેલીસ્કોપની મદદથી આકાશ દર્શન, ઉર્જા બચતક્ષેત્રે કાર્ય કરતા બાલ ઉર્જા રક્ષક દળ કાર્યક્રમ, શાળાઓમાં ચાલતી સાયન્સ કલબો, લોકભાગ્ય કાર્યક્રમ અંતર્ગત ચમત્કારને નહીં નમસ્કાર.
અમૃતકૃષિ સેમીનાર, ઘર-ઘર સુર્યકુકર, ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ ચકાસણી કાર્યક્રમો તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીયકક્ષાએ બાળકોને પોતાના વિજ્ઞાન કૌશલ્યને રજુ કરવાની તક મળે તે ઉદેશથી નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ, નેશનલ સાયન્સ સેમીનાર, રૂરલ આઈટી કવીઝ, વિજ્ઞાન અન્વેષણ મેળો, ઈગ્નાઈટ એવોર્ડ, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદ, રમકડાનો થેલો કાર્યશાળા જેવા કાર્યક્રમો ચાલી રહ્યા છે.
જિલ્લાનાં બહોળી સંખ્યામાં બાળકો આ લાભ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭-૧૮માં એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલ દ્વારા ૩૨૭ જેટલા કાર્યક્રમો યોજવામાં આવ્યા. જેમાં ૫૦ હજાર જેટલા વિદ્યાર્થી, શિક્ષક અને આમ જનતા સામેલ થયા હતા. રીવ્યુ કમિટીએ લોકવિજ્ઞાન કેન્દ્ર-ધ્રોલની પ્રવૃતિની સમીક્ષા કરી અને સમગ્ર ગુજરાતમાંથી એમ.ડી.મહેતા લોક વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલને ચાર કેટેગરીમાંથી શ્રેષ્ઠ ‘એ’ કેટેગરીનું સર્ટીફીકેટ મળેલ જે બદલ સંસ્થાના ચેરમેન હરસુખભાઈ મહેતા, ટ્રસ્ટી ધર્મેશભાઈ મહેતા, સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ કેન્દ્રની ટીમ સંજયભાઈ અને સ્ટાફને અભિનંદન સાથે આનંદની લાગણી વ્યકત કરેલ.