- રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો લીંબુનો ભાવ રૂ.2400 બોલાયો
છેલ્લા ઘણા સમયથી લીંબુના ભાવ આસમાને આંબી ગયા છે. મધ્યમ વર્ગીય પરિવાર માટે લીંબુ ખાવા હાલ એક સપના સમાન બની ગયુ છે. લીંબુની આવકમાં સતત ઘટાડો નોંધાય રહ્યો હોવાના કારણે ભાવમાં ઘટાડો થતો નથી.
આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 20 કિલો લીંબુનો ભાવ 2400 રૂપિયા બોલાયા હતા.આજે યાર્ડમાં 280 કવિન્ટલ લીંબુની આવક આવવા પામી હતી. નીચા ભાવ રૂ.1800,સૌથી ઊંચા ભાવ રૂ.2400 રહ્યા હતા. યાર્ડમાં લીંબુના પ્રતિ કિલોના ભાવ 90 થી લઈ રૂ.120 સુધી હોવાના કારણે બજારમાં પહોંચતા-પહોંચતા લીંબુના ભાવ 200 રૂપિયા કિલો થઈ જાય છે. છેલ્લા ઘણા સમયથી લીંબુના ભાવમાં ઘટાડો નોંધાતો ન હોવાને કારણે મધ્યમ વર્ગીય પરિવારોની થાળીમાંથી લીંબુનો રસ જાણે ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.