જો તું સમજે તો મોતી હૈ, જો ના સમજે તો પાની હૈ
સ્પેનિશ ક્લબ બાર્સિલોનામાંથી વિદાય વેળાએ મેસી રડ્યો, તેણે જે ટીસ્યુથી આસું લૂંછ્યા તે ટીસ્યુ કરોડોમાં વેચાયું
યહા સબ લોગ કહેતે હૈ મેરી આખોમે આંસુ હૈ, જો તું સમજે તો મોતી હૈ જો ના સમજે તો પાની હૈ. કવિ કુમાર વિશ્વાસની આ પંક્તિ આંસુની કિંમત વર્ણવે છે. જેમાં તેઓ કહે છે કે આંસુની કિંમત જો સમજાય તો મોતી સમાન છે અને જો ન સમજાય તો પાણી સમાન છે. આવુ જ વિશ્વ વિખ્યાત ફૂટબોલર મેસી સાથે થયુ છે. તેઓના આંસુ લૂછેલુ ટીસ્યુ પેપર રૂ. 7.5 કરોડમાં વેચાતા સમગ્ર વિશ્વ અચંબામાં મુકાઈ ગયું છે.
લિયોનેલ મેસીની ગણના વિશ્વના સૌથી ધનવાન ખેલાડીઓમાં થાય છે. હવે તેના આંસુનું એક-એક ટીપું પણ કિંમતી થઈ ગયું છે, ત્યારે તે ટિશ્યૂ પેપરની કિંમત કરોડોમાં પહોંચી ગઈ જેનો ઉપયોગ મેસીએ કર્યો હતો. ટિશ્યૂ વેચનાર વ્યક્તિએ દાવો કર્યો કે મેસીના જિનેટિક પણ આ ટિશ્યૂમાં સામેલ છે, જેનાથી લોકોને ફુટબોલ ખેલાડીનો ક્લોન બનાવવામાં મદદ મળશે
મેસીએ જ્યારથી સમજતો થયો ત્યારથી તે સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો ભાગ હતો. 34 વર્ષના આ આર્જેન્ટીનાના ફુટબોલરે જીવનના 21 વર્ષ બાર્સિલોના સાથે પસાર કર્યા બાદ થોડા દિવસ પહેલા ક્લબને અલવિદા કહ્યું હતું. આ ક્ષણ તેના માટે ભાવુક હતી. મીડિયા સાથે વાત કરતા તે રડવા લાગ્યો. તેની આંખમાંથી આંસુ આવી ગયા. આ દરમિયાન તેની પાર્ટનર એન્ટોનેલા પણ હાજર હતી. નમ આંખોને સાફ કરવા માટે તેણે મેસીને ટિશ્યૂ પેપર આપ્યું હતુ, જે હવે આશરે 7.43 કરોડ રૂપિયામાં વેચાય રહ્યું છે.
લિયોનલ મેસીએ પેરિસ સેન્ટ જર્મેન ફુટબોલ ક્લબ સાથે લગભગ 35 મિલિયન યૂરો (આશરે ત્રણ અબજ રૂપિયા)નો કરાર કર્યો છે, જે નેમાર (37 મિલિયન યૂરો એટલે કે લગભગ ત્રણ અબજ 22 કરોડ રૂપિયા) થી ઓછો છે.